મકાનનો ભાગ તૂટી પડતા વાહનોમાં નુકસાની: સદનસીબે જાનહાની ટળી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢ શહેરમાં છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.ત્યારે શહેરમાં અનેક જર્જરિત ઇમારતો હજુ પણ જોવા મળે છે.આજે વરસાદના કારણે સંઘડીયા બજાર પાસે આવેલ નળીયા વાળું જૂનું જર્જરિત બે માળાની ઇમારત ધરાશાઈ થવા પામી હતી સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નથી.
- Advertisement -
આ જૂની ઇમારત સતત પડી રહેલ વરસાદના કારણે આજે ધરાશાઈ થઇ હતી. સંઘાડીયા બજાર થી અજન્ટા ટોકીઝ જવાના રસ્તે આવેલ જૂની જર્જરિત ઇમારત આજે અચાનક ધસી પડતા તેનો કાટમાળ ઇમારત નીચે રાખેલ કાર અને રીક્ષા પર પડ્યો હતો જેના લીધે વાહનોમાં નુકશાની જોવા મળી હતી જોકે ઇમારત પડી ત્યારે કોઈ જાનહાનીના સમાચાર નથી શહેરમાં અનેક આવી ઇમારતો મોત બનીને ઉભી છે.મનપા માત્ર આવી ઇમારતોને નોટીશ આપીને સંતોષ માને છે.આજ રીતે ગત વર્ષે દાતાર રોડ પર એક જર્જરિત ઇમારત પડવાથી ચાર થી પાંચ લોકોના મૃત્યુ નિપજ્યા હતા પણ હજુ આવી અનેક ઇમારતો જર્જરિત હાલતમાં જોવા મળે છે ક્યારે આવી ઇમારતો મહાનગર પાલિકા હટાવશે તે એક સવાલ છે.