યુવાવયે નરેન્દ્ર મોદી એક પ્રવાસી તરીકે રાજકોટ આવેલા અને એક સાધક બની ને ગયેલા
ખાસ-ખબર સંવાદદાતા
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે. આ અગાઉ પણ નરેન્દ્ર મોદી અનેક વખત રાજકોટ આવ્યા છે. ક્યારેક સંઘના પ્રચારક તરીકે તો ક્યારેક ગુજરાતના મુખ્યમંત્રી તરીકે.. અને છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના વડાપ્રધાન તરીકે.. નરેન્દ્ર મોદીની રાજકોટ મુલાકાતના ઘણા કિસ્સા જાણીતા છે ત્યારે તેમના જીવન સાથે જોડાયેલો રામકૃષ્ણ આશ્રમ રાજકોટ સાથેનો એક રોચક કિસ્સો છે.
- Advertisement -
યુવાવયે નરેન્દ્ર મોદી એક પ્રવાસી તરીકે રાજકોટ આવેલા અને એક સાધક બનીને ગયેલા. 17 વર્ષની ઉંમરમાં નરેન્દ્ર મોદીએ ઘર છોડી દેશભરમાં ભ્રમણ કરવાનો નિર્ણય લીધો હતો. ઘરની બહાર રહ્યાં તે સમય દરમિયાન તેમણે હિમાલય, પશ્વિમ બંગાળમાં રામકૃષ્ણ આશ્રમ અને પૂર્વોત્તર ભારતની યાત્રા કરી હતી. નરેન્દ્ર મોદી બે વર્ષ બાદ ઘર પરત ફર્યા. પરંતુ પોતાના ઘરમાં ફક્ત 2 અઠવાડિયા જ રહ્યાં અને ફરીથી તેમણે પોતાનું ઘર છોડી દીધું અને સંઘ, સમાજ તથા રાષ્ટ્ર સેવામાં જોડાઈ ગયા.
આ આખાય પ્રવાસ પહેલા નરેન્દ્ર મોદી સૌપ્રથમ રાજકોટના રામકૃષ્ણ આશ્રમમાં આવ્યા હતા. અહીં એક પ્રવાસી તરીકે આવીને તેમને ધ્યાન કરતા સમયે અલૌકીક અનુભવ થયો હતો અને પછી જ તેમણે સાધક બનાવનું નક્કી કર્યું હતું એવું કહેવાય છે.