રજિસ્ટ્રાર કહે છે, ‘મને ખબર નથી’ સિન્ડિકેટ કહે છે, ‘ટીમ આવીને જતી રહી!’
બે ને બદલે એક જ સભ્ય આવ્યાની અને કુલપતિ ડૉ. ભીમાણીને મળીને જતા રહ્યાની પણ ભારે ચર્ચા: કુલપતિના બન્ને મોબાઈલ નંબર બંધ
- Advertisement -
યુનિવર્સિટીમાં થયેલા કૌભાંડ મુદ્દે શિક્ષણ વિભાગે બે ક્લાસ-1 ઓફીસરની કરી છે નિમણૂંક
રાજ્ય સરકારમાંથી કોઈ આદેશ કે અન્ય કોઈ કારણ… મોઢા એટલી વાતો
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અવાર નવાર વિવાદોમાં આવતી હોય છે. ત્યારે ફરી એક નવો વિવાદ સામે આવ્યો છે. વિવાદ એ છે કે, યુનિવર્સીટીમાં કૌભાંડો, વિવાદો અને ગેરવહીવટ મામલે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે બે ક્લાસ-1 અધિકારીની તપાસ સમિતિ બનાવી છે. જે તપાસ અર્થે ગઈકાલે આવ્યા છે કે, નહીં કે, આવીને જતા રહ્યા તેની સચોટ માહિતી કોઈ પાસે નથી. જ્યારે એવું પણ જાણવા મળ્યું છે કે, એક અધિકારી સોમવારે સવારે જ કુલપતિ અને કુલસચિવ સાથે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે બેઠક થયાની ચર્ચા છે. જોકે તે દરમિયાન રાજ્ય સરકારમાંથી કોઈ આદેશ હોય કે અન્ય કોઈ કારણ અધિકારી તુરંત ચાલ્યા ગયાની ચર્ચા છે.
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે કૌભાંડોની યુનિવર્સિટી બની ગઈ હોય એમ છેલ્લાં એક વર્ષમાં ઢગલાબંધ કૌભાંડો અને ગેરરીતિઓ બહાર આવી છે. માટી કૌભાંડ, ભરતી કૌભાંડ, ભલામણકાંડ, લોકલ ઇન્સ્પેક્શન કમિટીમાં ગેરરીતિ સહિતના અનેક કૌભાંડો થયા હોવાની ચર્ચા વચ્ચે શિક્ષણ વિભાગે બે ક્લાસ વન ઓફીસરની નિમણૂંક કરી છે. જે મુદ્દે રજિસ્ટ્રારે કહ્યું હતું કે, આ મુદ્દે મને કંઈ ખબર નથી. જ્યારે એક સિન્ડિકેટ સભ્યએ કહ્યું હતું કે, ટીમ લગભગ આવીને જતી રહી છે. ઉપરાંત અન્ય એક સિન્ડિકેટ સભ્યએ કુલપતિને પત્ર લખી તપાસ ટીમને મળવાની ઈચ્છા પણ દર્શાવી હતી.
કૌભાંડોની તપાસ માટે પંચમહાલના શહેરાની સરકારી આર્ટસ કોલેજના આચાર્ય ડૉ.વિપુલ ભાવસાર અને છોટાઉદેપુરની સરકારી સાયન્સ કોલેજના આચાર્ય નિશાંત પરમારને મૂકાયા. જેમાના ડૉ.ભાવસાર સોમવારે સવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર પહોચ્યા અને કુલપતિ અને કુલસચિવ સાથે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે બેઠક થયાની ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તપાસની ટીમ આવે તે પહેલા સત્તાધીશોએ અગાઉના કૌભાંડની ફાઈલો પણ સગેવગે કરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું.
આ કૌભાંડોની તપાસ માટે ટીમ આવ્યાની ચર્ચા
-માટી કૌભાંડ
– ભરતી કૌભાંડ
-સિન્ડિકેટ સભ્યોના ભલામણકાંડ
– નેક ઇન્સ્પેક્શનમાં ખર્ચમાં કૌભાંડ
– એલઆઈસીમાં ભ્રષ્ટાચાર