મંગળવાર-ગુરુવારે લોકોને 11 થી 2 રજૂઆત કરી શકાશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નવ નિયુક્ત રેન્જ આઈજી નિલેશ જાંજડીયાએ ચાર્જ સાંભળતા રેન્જના લોકો માટેના પ્રશ્ર્નો અને રજૂઆત સાંભળવા નવતર અભિગમ અપનાવ્યો છે. જૂનાગઢ રેન્જના જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના પોલીસ વિભાગને લગતા લોકોના પ્રશ્ર્ન અને રજૂઆત માટે દર મંગળવાર અને ગુરુવારના રોજ 11 થી 2 વાગ્યા સુધી રેન્જ કચેરી બીલખા રોડ ખાતે સાંભળશે અને ન્યાયીક તપાસ થાય અને લોકોને પોલીસ પ્રજાની મિત્ર છે તેવા ભાવ સાથે નવતર અભિગમ અપનાવ્યો છે.
- Advertisement -
જોકે રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ દરેક જિલ્લાની સ્થિતિ વાકેફ થયા હતા અને તેમાં પણ અગાઉ નિલેશ જાજડીયા જૂનાગઢ એસપી તરીકે ખુબ સુંદર કામગીરી કરી ચુક્યા છે અને જૂનાગઢ જિલ્લાથી ખુબ પરિચિત અને ભૌગોલિક સ્થિતિ વાકેફ છે ત્યારે આવા સારા અભિગમ થા લોકો પણ આવકારી રહ્યા છે.