ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સહિત દેશભરના 65 લાખથી વધુ ઈપીએફ 95 આધારિત પેન્શનરો માટે માહિતી આપતો એક અભૂતપૂર્વ સેમીનાર જૂનાગઢ ઇપીએફ કચેરી ખાતે યોજાયો હતો. છેલ્લા કેટલાક સમયથી ઇપીએફ 95 આધારિત પેન્શન યોજના સાથે જોડાયેલા પેન્શનરો માટે ફોર્મ ભરવાથી લઈને વિવિધ યોજનાઓમાં પેન્શન સંબંધી પ્રશ્નોના મામલે સોશ્યલ મીડિયા અને અફવાઓનું બજાર ગરમ રહેતું હોય પેન્શનરો પોતાની આજીવિકા માટે અસમંજસની સ્થિતિમાં રહેતા હોય આથી કચ્છ કાઠીયાવાડ ગુજરાત ઈપીએફ 95 પેન્શનર યુનિયનના માધ્યમથી સૌરાષ્ટ્ર ભરના પેન્શનરોનો એક માર્ગદર્શન સેમીનાર યોજાયો યોજાયેલા સેમિનારમાં પેન્શન સ્કીમ ના જાણકાર અધિકારીઓએ વિશાળ સંખ્યામાં હાજર રહેલા પેન્શનરોને ફોર્મ ભરવાની વિસંગતતા થી લઈને પેન્શન સંપૂર્ણપણે ઓનલાઈન અને સરકારની દેખરેખ માં હોય કોઈપણ પ્રકારની અફવા કે વાતચીતમાં કે વ્યક્તિના કહેવા મુજબ ગેરમાર્ગે ન દોરાવવા અપીલ કરીને તમામ પેન્શનરોને અધિકારીઓ એવી ખાતરી આપી હતી કે ઈપીએફ 95 આધારિત તમામ પેન્શન યોજનાઓ સરકારની દેખરેખ હેઠળ ઓનલાઇન છે અને કોઈને કોઈ પ્રકારનું અન્યાય નહીં થાય. જુનાગઢ ખાતે યોજાયેલી પેન્શન માર્ગદર્શન શિબિરમાં જુનાગઢથી સમગ્ર સૌરાષ્ટ્રને ગુજરાતના પેન્શનરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ તકે અધિકારીઓ અને કર્મચારી ગણ એ પેન્શનરોને મો. નંબર 9966044425 પર સંપર્ક કરવો એમ જણાવેલ.તેમ છતાં વધુ માહિતી માટે સોમવાર થી શુક્રવાર બપોરના 11 થી સાંજ ના 6 કલાક દરમિયાન ઈપીએફઓ કચેરીનો સંપર્ક કરી શકાશે.
જૂનાગઢમાં EPF 95 આધારિત પેન્શનરોને માહિતી માટેનો સંવાદ યોજાયો
