લાંબા સમય સુધી મૃતદેહ પડ્યો રહેવાને કારણે ઓળખ ન થઈ શકી
ખાસ-ખબર સંવાદદાતા
ગુમ થયેલા પોતાના દીકરાને શોધવા માટે ભારતીય દંપતિ યુએઈ પહોંચ્યું હતું. પણ સાત સમંદર પાર પહોચીને દંપતિને એવો આઘાત લાગ્યો કે, કાયમી ધોરણે એ વસવસો રહી જાય. સંતાનનો મૃતદેહ જોઈને દંપતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. યુએઈ આવેલા દંપતિએ પોતાના દીકરાના એડ્રસ પર તપાસ કરી હતી.પણ મૃતદેહ જોઈને દિલ તૂટી ગયુ હતું. મીડિયા રીપોર્ટ અનુસાર હાર્ટ અટેક આવવાને કારણે એમનું મૃત્યું થયું હતું. પણ લાંબા સમય સુધી મૃતદેહ પડ્યો રહેવાને કારણે ઓળખ ન થઈ શકી. કારણ કે તે એકલો રહેતો હતો.
છેલ્લા દસ વર્ષથી દંપતિએ પોતાના દીકરાને જોયો ન હતો. માત્ર ફોન પર એનો સંપર્ક થતો હતો. ઘણી વખત માતા પિતાએ ઘરે પાછા આવી જવા માટે વાત કરી હતી. પણ દીકરાએ એનો ઈન્કાર કરી દીધો હતો. સામાજિક કાર્યકર્તા અશરફ થમરાસેરીના જણાવ્યા અનુસાર સગાઈ તૂટી ગયા બાદ દીકરો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો. ધ ખાલીજ ટાઈમ્સને જણાવ્યા અનુસાર આટલી મુશ્ર્કેલીઓ હોવા છતા તે ઘરે જતો ન હતો. ઘણા મહિનાઓથી સંપર્ક વિહોણા થયેલા દીકરાની માતા પિતાએ શોધખોળ શરૂૂ કરી હતી. પછી યુએઈ આવવા નિર્ણય કર્યો હતો.
સંયુક્ત આરબ અમીરાતમાં 38,60,000થી વધારે ભારતીયો પ્રવાસી રહે છે. દેશની કુલ વસ્તી કરતા 38 ટકાથી વધારે ભારતીયો અહીં રહે છે. આ વર્ષે જૂન મહિનામાં 35 વર્ષના નીથું ગાંશ દુબઈ આવ્યો હતો. સ્નાન કરતી વખતે વીજશોક લાગતા એમનું મૃત્યું થઈ ગયું હતું. આ વર્ષની શરૂૂઆતમાં 48 વર્ષના એક વ્યક્તિ યુએઈથી લાપતા થઈ ગયા હતા. જે પછીથી પાકિસ્તાનની જેલમાં મૃત્યું પામેલા હોવાની વિગત સામે આવી. પાકિસ્તાન સરકારે એનો મૃતદેહ અટારી બોર્ડર પરથી ભારતીય અધિકારીઓને સોંપ્યો હતો.