– આરોપીઓ માં-દીકરાએ હત્યા કરી લાશને કાપીને ફ્રીજમાં રાખી દીધી, લાશના ટુકડા કરી દરરોજ અલગ-અલગ જગ્યાએ ફેંકી દેતા
દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર જેવી વધુ એક ઘટનાને અંજામ આપવામાં આવતા હડકંપ મચી ગયો છે. માતા-પુત્રએ મળીને આ હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. કેસમાં ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા અને તેના પુત્રની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પુત્રએ માતા સાથે મળીને પિતાની હત્યા કરી અને પછી લાશને કાપીને ફ્રીઝમાં રાખી દીધી. આરોપી માતા-પુત્ર અલગ-અલગ દિવસે આવ્યા હતા અને મધરાત બાદ ચાંદ સિનેમા સામેના મેદાનમાં લાશનો નિકાલ કર્યો હતો.
- Advertisement -
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ દિલ્હીમાં મળી આવેલા માનવ શરીરના અંગોનો ભેદ ઉકેલ્યો છે. પાંડવ નગરમાં રહેતા યુવકની લાશને કાપીને દરરોજ એક ઘરમાં રેફ્રિજરેટરમાં રાખવામાં આવતી હતી. જે બાદ પાંડવ નગર અને પૂર્વ દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં દરરોજ લાશના ટુકડા ફેંકવામાં આવતા હતા. હત્યાની આ ભયાનક ઘટનાને માતા-પુત્રએ સાથે મળીને અંજામ આપ્યો હતો. માતા-પુત્ર બંનેએ લાશના ટુકડા કરી રેફ્રિજરેટરમાં સંતાડી દીધા અને પછી પાંડવ નગર વિસ્તારમાં ફેંકી દીધા.
A woman along with her son arrested by Crime Branch in Delhi's Pandav Nagar for murdering her husband. They chopped off body in several pieces,kept in refrigerator & used to dispose of pieces in nearby ground: Delhi Police Crime Branch
(CCTV visuals confirmed by police) pic.twitter.com/QD3o5RwF8X
- Advertisement -
— ANI (@ANI) November 28, 2022
શું કહ્યું ક્રાઇમ બ્રાન્ચે ?
આ હત્યા અંગે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે દિલ્હીના પાંડવ નગરમાં ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા અને તેના પુત્ર દ્વારા તેના પતિની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. તેઓએ મૃતદેહના ઘણા ટુકડા કર્યા અને તેને રેફ્રિજરેટરમાં રાખ્યા અને નજીકના ખેતરમાં ફેંકી દીધા. આ હત્યા પાછળ ગેરકાયદે સંબંધોની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી મા-દીકરી પૂનમ અને દીપકની ધરપકડ કરી છે. હત્યા કરાયેલ વ્યક્તિનું નામ અંજન દાસ છે. હત્યા બાદ આરોપીઓએ લાશના ટુકડા અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા.
A woman along with her son arrested by Crime Branch in Delhi's Pandav Nagar for murdering her husband. They chopped off body in several pieces,kept in refrigerator & used to dispose of pieces in nearby ground: Delhi Police Crime Branch
(CCTV visuals confirmed by police) pic.twitter.com/QD3o5RwF8X
— ANI (@ANI) November 28, 2022
મહત્વનું છે કે, દિલ્હી પોલીસ આજે બપોરે 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને આ હત્યાકાંડ અંગે સંપૂર્ણ માહિતી આપશે. જણાવી દઈએ કે આ પહેલા શ્રદ્ધા વોકરની દિલ્હીમાં કથિત રીતે હત્યા કરવામાં આવી હતી અને તેના મૃતદેહના 36 ટુકડા કરી જંગલમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ હત્યા કેસનો આરોપી આફતાબ પૂનાવાલા દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે.



