આ વર્ષે રક્ષાબંધનનાં સમયમાં બની રહ્યો છે અશુભ યોગ. રાખડી બાંધવા માત્ર 4 મિનિટનો જ મળી શકશે શુભકાળ. વાંચો
હિંદુ ધર્મમાં રક્ષાબંધન સૌથી મોટો પર્વ છે. આખા વર્ષ દરમિયાન લોકો આ તહેવારની રાહ જોતા હોય છે. શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધન ઊજવવામાં આવે છે.આ વર્ષે અધિક માસ છે જેના લીધે શ્રાવણ બે મહિનાનો રહેશે. શ્રાવણ મહિનો 4 જુલાઈથી શરૂ થશે અને 31 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. જેથી રક્ષાબંધનની 15 દિવસ મોડી ઊજવણી કરવામાં આવશે. નવી વાત તો એ છે કે રક્ષાબંધન એક દિવસ નહીં, પરંતુ બે દિવસ ઊજવવામાં આવશે અને રક્ષાબંધનના દિવસે ભદ્ર યોગ બનશે જે રાખડી બાંધવા માટે અશુભ સમય માનવામાં આવે છે.
- Advertisement -
10:58 વાગ્યાથી ભદ્રા શરૂ થશે
હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે 30 ઓગસ્ટના બુધવારનાં રોજ શ્રાવણી પૂર્ણિમા છે, જે સવારે 10:58 વાગ્યાથી શરૂ થશે અને 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા સુધી રહેશે. જેથી બે દિવસ રક્ષાબંધનની ઊજવણી કરવામાં આવશે. 30 ઓગસ્ટના રોજ સવારે 10:58 વાગ્યાથી ભદ્રા શરૂ થશે અને 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:01 વાગ્યે પૂર્ણ થશે. જેથી 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:01 વાગ્યાથી 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા સુધી રાખડી બાંધી શકાશે.
ભદ્રા કાળ દરમિયાન રાખડી બાંધવાનો શુભ સમય
જો તમે 30 ઓગસ્ટનાં રોજ ભદ્ર કાળ દરમિયાન રાખડી બાંધવા ઈચ્છો છો તો તમને માત્ર 4 મિનિટનો શુભ સમય મળી શકશે. 30 ઓગસ્ટનાં સવારે રાખડી બાંધવા માટેનો પ્રદોષ કાળ મૂહુર્ત રાત્રે 9.01થી રાત્રે 9.05 એટલે કે 4 મિનિટનો જ સમય રહેશે.
ભદ્રાકાળમાં રાખડી શા માટે બાંધવામાં આવતી નથી
ધર્મ શાસ્ત્રમાં ભદ્રકાળમાં શુભ કામ કરી શકાતું નથી. ભદ્રકાળમાં જે શુભ કામ કરવામાં આવે છે, તેનું અશુભ ફળ પ્રાપ્ત થાય છે. ભદ્રકાળમાં રાખડી બિલ્કુલ પણ બાંધવામાં આવતી નથી. રાવણની બહેને ભદ્રકાળમાં રાખડી બાંધી હતી અને તે જ વર્ષે પ્રભુ શ્રી રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. જેથી રાવણના સમગ્ર કુળનો નાશ થયો હતો. આ કારણોસર માનવામાં આવે છે કે, ભદ્રકાળમાં રાખડી બાંધવાથી ભાઈની ઉંમર ઓછી થઈ જાય છે.