ખાસ-ખબર સંવાદદાતા
આધાર કાર્ડ બાબતે સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે જે લોકો આધાર કાર્ડ અપડેટ કરવા માટે મફત સુવિધા મેળવવા માંગે છે. તેઓ 14 માર્ચ સુધી ફ્રીમાં અપડેટ કરી શકશે. ઞઈંઉઅઈં એ ખુ અફમવફિ ઙજ્ઞિફિંહ દ્વારા આધાર વિગતોના મફત અપડેટ માટે ફરીથી સમયમર્યાદા લંબાવી છે. ઞઈંઉઅઈં એ 11 ડિસેમ્બર, 2023 ના રોજ ઓફિસ મેમોરેન્ડમ જારી કર્યું છે. જેના આધારે આ સુવિધાને વધુ 3 મહિના એટલે કે 15 ડિસેમ્બરથી 14 માર્ચ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય પછી, ળુઅફમવફફિ પોર્ટલ વિિંાંત://ળુફમવફફિ.ીશમફશ.લજ્ઞદ.શક્ષ/ દ્વારા દસ્તાવેજ અપડેટની સુવિધા 14 માર્ચ સુધી મફત રહેશે. નોંધનીય બાબત એ છે કે આ ફ્રી સુવિધા માત્ર ઓનલાઈન અપડેટ માટે જ ઉપલબ્ધ છે. જો તમે દસ્તાવેજો અપડેટ કરાવવા માટે આધાર કેન્દ્રો પર જાઓ છો, તો તમારે 25 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. જેમણે છેલ્લા 10 વર્ષથી પોતાનાનું આધાર અપડેટ નથી કરાવ્યું તેમને ઞઈંઉઅઈં અપડેટ કરાવવાની સલાહ આપે છે. જેથી આધાર સંબંધિત છેતરપિંડી રોકી શકાય. વસ્તી વિષયક માહિતી માટે પણ આધાર અપડેટ કરવું જરૂરી છે. નામ, સરનામું, જન્મ તારીખ, લિંગ, ફોન નંબર અને ઈમેલ આઈડી જેવી માહિતી ઓનલાઈન અપડેટ કરી શકાય છે. જયારે ફોટો, આઇરિસ અથવા અન્ય બાયોમેટ્રિક માહિતી પણ અપડેટ કરી શકાય છે. આ માટે તમારે આધાર કેન્દ્રમાં જવું પડે છે.
સરકારનો મહત્ત્વનો નિર્ણય, હવે 14 માર્ચ સુધી આધાર કાર્ડ મફતમાં અપડેટ કરી શકાશે
