વ્યાજ સહિત મુદલ ચૂકવી દીધી છતાં 12 લાખની કરી ઉઘરાણી
ઇમિટેશનના વેપારીની દુકાનની ચાવી પણ પડાવી લીધી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
રાજકોટમાં પોલીસના લોક દરબાર વચ્ચે હજુ પણ વ્યાજખોરો બેફામ વ્યાજની ઉઘરાણી કરતાં હોવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે ઇમિટેશનના વેપારીએ વ્યાજ સહિત મુદલ ચૂકવી દીધી છતાં 12 લાખ માંગી દુકાનની ચાવી પડાવી લેતા આજી ડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરના મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોકમાં આરધના સોસાયટીમાં રહેતા અને ઈમીટેશનનો વેપાર કરતા પ્રેમજીભાઈ કાકડીયાએ આજીડેમ પોલીસમાં અરવિંદ લખતરીયા સામે મનીલેન્ડ હેઠળ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે 3 વર્ષ પહેલા ધંધામાં રૂપિયાની જરૂરીયાત ઉભી થતા 3 લાખ માસિક 3 ટકા વ્યાજે લીધા હતા બાદમાં દર મહિને 9 હજાર વ્યાજ ચૂકવતો હતો
2022મા મારે અને મિત્ર ભરતભાઈને જરૂરીયાત ઊભી થતા ફરી આરોપી પાસેથી એક લાખ 3 ટકા યાજે લીધા હતા અને ઓમ શાંતિ સોસાયટીમાં આવેલ મકાનની ફાઇલ તેમજ ભરતભાઈ પાસેથી સુચીત મકાનની ફાઈલ ગરિવે મૂકી હતી તે પછી બે વર્ષ સુધી 3 લાખના 9 હજાર લેખે કુલ 2.16 લાખ તથા ચાર મહિના સુધી એક લાખના 3 હજાર લેખે 12 હજાર વ્યાજ ભર્યું હતું અને વ્યવસ્થા થઈ જતા પૈસા ચૂકવી દીધા હતા પરંતુ બાદમાં ફેબ્રુઆરીમાં આરોપીએ ઘરે આવીને મુદ્દલ તથા વ્યાજ મળી 12 લાખ માગણી કરી હતી અને બળજબરીથી દુકાનની ચાવી લઈ ગયા હતા અવાર-નવાર ફોન કરી પઠાણી ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે.