ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ કલેકટર ડી.ડી.જાડેજાના માર્ગદર્શન હેઠળ આગામી લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉદ્દેશ્ય સાથે જિલ્લાની વિવિધ સ્થળોએ સ્વીપ અંતર્ગત અલગ – અલગ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં વૃદ્ધ મતદારો તેમના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા શુભહેતુસર ઉના ખાતે વૃદ્ધાશ્રમમાં અંદાજિત 200 જેટલા વૃદ્ધોએ આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન જાગૃતતા માટે એલ.ઇ.ડી વાન દ્વારા નિદર્શન નિહાળ્યું હતું. આ તકે ઉપસ્થિત તમામ લોકોને ઈ.વી.એમ અને વીવીપેટ વિશે માહિતી આપવામાં આવી હતી.આ તકે, ઉપસ્થિત સર્વેને મતદાન અંગે સંદેશો આપવામાં આવ્યો હતો તેમજ કઊઉ મોબાઇલ વાનની સ્ક્રીન પર ઇવીએમ-વીવીપેટ વિશે સંક્ષિપ્તમાં માહિતી દર્શાવતો વીડીયો દર્શાવવામાં આવ્યો હતો.