રિજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રીજયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા તારીખ 12 જુલાઈ 2024 શુક્રવારના રોજ ‘વર્લ્ડ પેપર બેગ’ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રિજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ’લોકો માટે, લોકો દ્વારા’ થીમ આધારે વિવિધ વૈજ્ઞાનિક દિવસો, શોધો અને વર્કશોપ વગેરે આયોજિત કરે છે. રિજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા વર્લ્ડ પેપર બેગ ડેના દિવસે ‘ઇકો ફ્રેન્ડલી પેપર બેગ નું પ્રદર્શન’ આયોજિત કરવામાં આવ્યું હતું. વર્લ્ડ પેપર બેગ ડે ઉજવવાનો મુખ્ય હેતુ પ્લાસ્ટિકની થેલીઓ કરતા પેપરબેગના પર્યાવરણને અનુકૂળ ફાયદાઓ અને પ્લાસ્ટિકની બેગથી પર્યાવરણ પર થતી હાનિકારક અસરો અંગે જનજાગૃતિ વધારવાનો છે.
કાગળની થેલીઓ ઇકો ફ્રેન્ડલી અને ફરીથી વાપરી શકાય તેવી હોય છે અને તે બાયો-ડિગ્રેડેબલ છે. કાગળની થેલીઓના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં અને પર્યાવરણને બચાવવાના હેતુ સાથે રિજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા ‘ઇકો ફ્રેન્ડલી પેપર બેગનું પ્રદર્શન’ આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં વેસ્ટ વુડ સ્કૂલ તેમજ શુભમ ગ્લોબલ સ્કૂલના 157 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા હોંશભેર આ પ્રદર્શનમાં ભાગ લઈ પર્યાવરણ માટે કંઈક કરી છૂટવાની તમન્ના સાથે વિવિધ પ્રકારની પર્યાવરણ અનુરૂપ ઇકો ફ્રેન્ડલી પેપર બેગ બનાવીને પ્રદર્શિત કરી હતી. આ સાથે જ રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા ઇકો ફ્રેન્ડલી પેપરબેગ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પાર્ટીસિપેશન સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.