ડેન નેટવર્ક, યુટયૂબમાં ડેઈલી લાઈવ પ્રસારણ
ખાસ-ખબર સંવાદદાતા
સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત છઠ્ઠા વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અવનવા સામાજિક કાર્યો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવેલ છે. આ ગણપતિ મહોત્સવના કેતનભાઈ સાપરીયા જણાવે છે કે સર્વેશ્ર્વર ચોક, યાજ્ઞિક રોડ ખાતે 7555ના વિશાળ ડોમમાં 11 ફૂટના ઈકો ફ્રેન્ડલી દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવેલ છે. સાથોસાથ બંને સાઈટ આકર્ષક સિંહની પ્રતિકૃતિ રાખવામાં આવેલ છે. એન્ટ્રીમાં બંને સાઈડમાં 8 ફૂટના હાથીની કૃતિ રાખવામાં આવેલ છે, સાથે બંને બાજુ દરવાન રાખ્યા છે.
- Advertisement -
આ વિશાલ પંડાલમાં 12 ફૂટ ઊંચાઈ ધરાવતી મહાદેવની મૂર્તિ પણ ખૂબ જ આકર્ષક લાગે છે. સુંદર ફ્લાવર-લાઈટીંગની સજાવટ, ફાઉન્ટેનના નજારા સાથે થ્રી-ડી થીમ એક સાઈડમાં એરેન્જ કરવામાં આવેલ છે. દરરોજ સવારે 8-30 તથા રાત્રે 7-45 વાગ્યે મહાઆરતી કરવામાં આવશે. રોજબરોજ રાજકોટના પ્રતિષ્ઠિત મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, મહેમાનો ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લેશે. આ સુંદર ગણપતિ મહોત્સવમાં રોજબરોજ મહાઆરતી બાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.
સમગ્ર આયોજનમાં ટ્રસ્ટના પ્રમુખ કેતનભાઈ સાપરીયા, જતીનભાઈ માનસતા, અલ્લાઉદ્દીનભાઈ કારીયાણી, વિપુલ ગોહેલ, સુધીરસિંહ જાડેજા, પરેશભાઈ ડોડીયા, પુષ્પરાજસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, અતુલભાઈ કોઠારી, બહાદુરસિંહ કોટીલા, રાજુ કીકાણી, હીતેષભાઈ કારીયા, રાજુભાઈ જાની, સમીરભાઈ દોશી, જયેશભાઈ જોષી, હીતેષભાઈ જેઠવા, મુકેશભાઈ વાઘેલા, ગુલાબસિંહ જાડેજા, લાલાભાઈ મીર, અશોકભાઈ સામાણી વગેરે આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવે છે. સર્વેશ્ર્વર ગણપતિ મહોત્સવના આ આયોજનમાં વોટર વર્કસ સમિતિના ચેરમેન દેવાંગભાઈ માંકડનું માર્ગદર્શન મળી રહ્યું છે.
કાર્યક્રમની સૂચિ
તા. 1/9 રાત્રે 8-00 વાગ્યે સત્યનારાયણની કથા
તા. 3/9 વૃદ્ધાશ્રમના ભાઈ-બહેનોને જમણવાર રાત્રે 8-00 વાગ્યે
તા. 4/9 સાંજે 5-00 વાગ્યે બ્લડ ડોનેશન કેમ્પ
તા. 5/9 અનાથ આશ્રમના બાળકોને જમણવાર
તા. 6/9 અન્નકોટના દર્શન
તા. 7/9 શ્રીનાથજીની ઝાંખી
તા. 9/9 સવારે 10-00 કલાકે વિસર્જન યાત્રા.