સેરેના વિલિયમ્સ (Serena Williams)ના યુએસ ઓપન 2022ના ત્રીજા રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ. આ મેચ તેના કરિયરની ફેરવેલ મેચ સાબિત થાય તેવી પૂરી સંભાવના છે
અમેરિકન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ (Serena Williams) યુએસ ઓપન 2022ના ત્રીજા રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાની અજલા ટોમલિજનોવિચએ એમને 7-5, 6-7(4), 6-1થી માત આપી હતી. આ સાથે જ સેરેના વિલિયમ્સ (Serena Williams)ના ચમકદાર ટેનિસ કરિયર પણ પૂરું થઈ ગયું છે એવું માનવામાં આવે છે. યુએસ ઓપનની આ મેચ તેના કરિયરની ફેરવેલ મેચ સાબિત થાય તેવી પૂરી સંભાવના છે.
- Advertisement -
છેલ્લા 450 દિવસમાં ફક્ત એક જ મેચ જીતી શકી
ગયા મહિનાની શરૂઆતમાં સેરેના વિલિયમ્સ (Serena Williams)એ ટેનિસમાંથી સંન્યાસ લેવાના સંકેત આપ્યા હતા. તેણી એ કહ્યું હતું કે તે ટેનિસથી દૂર જઈ રહી છે. એટલા માટે હાલ એવું માનવામાં આવી રહ્યું હતું કે યુએસ ઓપન પછી સેરેના વિલિયમ્સ (Serena Williams) ટેનિસમાંથી સંન્યાસ લેશે. લગભગ છેલ્લા દોઢ વર્ષ સુધી ટેનિસ કોર્ટમાં ફ્લોપ રહ્યા પછી સેરેનાએ આ વાત કહી હતી. એક સમયની નંબર-1 ખેલાડી સેરેના છેલ્લા 450 દિવસમાં ફક્ત એક જ મેચ જીતી શકી હતી. જણાવી દઈએ કે તેનો રેન્ક પણ ઓછો થઈને 605 સુધી પંહોચી ગયો છે.
One final wave 🥲 pic.twitter.com/HivoQiMDdT
- Advertisement -
— US Open Tennis (@usopen) September 3, 2022
જોકે, યુએસ ઓપન 2022માં સેરેના વિલિયમ્સ (Serena Williams)એ જોરદાર શરૂઆત કરી હતી. તેણી એ પહેલા અને બીજા રાઉન્ડમાં તેનાથી વધુ સારા ખેલાડીઓને માત આપી હતી. પ્રથમ મેચમાં સેરેનાએ ડાંકા કોવિનિચને 6-3, 6-3થી હરાવી હતી અને બીજા રાઉન્ડમાં વિશ્વની બીજા નંબરની બેસ્ટ ખેલાડી એનેટ્ટે કોન્ટાવેટને માત આપી હતી.
Words cannot describe what #Serena has meant to us all. pic.twitter.com/a4YvBgNhOL
— US Open Tennis (@usopen) September 3, 2022
હાર પછી ઈમોશનલ થઈ હતી સેરેના
ત્રીજા રાઉન્ડમાં હારીને સેરેનાએ જે રીતે તેના ફેન્સનો આભાર માન્યો હતો તે પરથી લાગી રહ્યું છે કે તેનું રીટાયરમેન્ટ પાકું છે. સેરેનાએ કહ્યું હતું કે, ‘તમારા બધાનો આભાર. તમે બધા ખૂબ જ સારા છો. થેન્ક યુ પપ્પા, હું જાણું છું કે તમે જોતા જ હશો. થેન્ક યુ મમ્મી. હું અહિયાં હાજર તમને બધાને થેન્ક યુ કહેવા માંગુ છું કે જેઓ વર્ષોથી મારી સાથે ઉભા છે. હું બધાની આભારી છું. મને ખબર નથી પણ કદાચ આ ખુશીના આંસુ છે.’
"I wouldn't be Serena if there wasn't Venus."@serenawilliams 💙 @Venuseswilliams pic.twitter.com/C7RZXcf23E
— US Open Tennis (@usopen) September 3, 2022
23 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ
સેરેના વિલિયમ્સની ગણના ટેનિસ જગતની મહાન ખેલાડીઓમાંથી થાય છે. તેને પોતાની કારકિર્દીમાં 23 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. સેરેનાએ વર્ષ 1995માં આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. તે છેલ્લા 27 વર્ષથી સતત ટેનિસ રમી રહી છે.