ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
રાજકોટના વૈશાલીનગરમાં ભાડાના મકાનમાં રહેતા અને કાલાવડ રોડ પર વર્લ્ડ સ્પામાં હાઉસકીપર તરીકે નોકરી કરતાં વિશાલ રામસીંગભાઇ વિશ્વકર્મા ઉ.19એ ભૂપત પીઠા કંટારિયા સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવારે સવારે સ્પા પર હતો ત્યારે ભૂપત સ્પા કરાવવા આવ્યો હતો સ્પા કરનાર કર્મચારી હાજર ન હોય થોડી રાહ જોવાનું કહેતા ભૂપત સોફા પર લાંબો થઇને સૂઇ ગયો હતો થોડીવાર બાદ ભૂપત ઊભો થયો હતો અ્ને વિશાલના ચપ્પલ પહેરી ચાલવા લાગ્યો હતો. વિશાલે પોતાના ચપ્પલ પહેરવાનું કહેતા ભૂપત ઉશ્કેરાયો હતો અને તેણે વિશાલને ગાળો ભાંડી હતી અને જતો રહ્યો હતો અને પરત આવી છરી ઝીંકી દીધી હતી.