થર્ટી ફર્સ્ટ પૂર્વે LCBની કાર્યવાહી, 1.67 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર સંવાદદાતા
મોરબોમાં 31 ડિસેમ્બરે દારૂની રેલમછેલ રોકવા સજ્જ થયેલ મોરબી એલસીબી પોલીસે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંગાવાયેલ 61 હજારનો દારૂ ભરેલ ઈકો કાર સાથે મધુપુર ગામ પાસેથી એક શખ્સને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીમાં 31 ડિસેમ્બરમાં દારૂની રેલમછેલ ન થાય તે માટે એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારના કેસો શોધી કાઢવા માટે સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે જે અન્વયે મોરબી એલસીબી ટીમને મળેલ બાતમીને આધારે મધુપુર ગામેથી એક ઇકો ગાડી (ૠઉં-01-ઊંઋ-1949)માંથી જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 149 બોટલ (કિં.રૂ. 61,530) સહિત કુલ રૂ. 1,67,030 ના મુદામાલ સાથે રમેશભાઇ પોપટભાઇ વાઘાણી, રહે. જસદણ, હરીકૃષ્ણ પાર્ક, ઓમકાર સ્કુલની પાછળ, આટકોટ બાયપાસ, તા. ભાવનગર ગારીયાધાર વાળાને ઝડપી લીધો હતો. એલસીબી પોલીસે આરોપીના કબ્જામાંથી રૂ. 61,530 ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની કુલ 149 બોટલ, ઈકો કાર અને બે મોબાઇલ સહીત કુલ રૂ. 1,67,030 નો મુદામાલ કબ્જે કર્યો હતો તો બીજી તરફ આરોપી ગોપાલ ગોરધનભાઇ કોળી રહે. મધુપુર, તા.મોરબી વાળો ફરાર થઇ જતા પોલીસે બંને આરોપીઓ વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના મધુપુર ગામેથી વિદેશી દારૂ ભરેલી ઈકો કાર ઝડપાઈ
