લદાખમાં આજ રોજ ભૂકંપના આંચકા આવ્યા હતા. ત્યાર પછીથી લોકો ભય હેઠળ જીવી રહ્યા છે.
મળેલી જાણકારી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 આંક માપવામાં આવી છે. નેશમલ સેન્ટર ઓફ સીસ્મોલોજીએ પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું કે, લદાખ અને લેહમાં લગભગ સવારે ચાર વાગ્યાને 33 મીનિટે 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર 5 કિલોમીટરના ઉંડાણમાં જણાવવામાં આવી રહ્યું છે.
- Advertisement -
An earthquake of magnitude 4.5 Richter Scale hit Leh, Ladakh at around 4:33 am today: National Center for Seismology pic.twitter.com/Fu8Mq5s439
— ANI (@ANI) December 26, 2023
- Advertisement -
વારંવાર કેમ ભૂકંપ આવે છે?
આઇઆઇટી કાનપુર સિવિલ એન્જીનીયર વિભાગના સીનિયર પ્રોફેસર અને જિયોસાઇન્સ એન્જીનીયરના વિશેષજ્ઞ પ્રો. જાવેદ એન મલિક સાથે વાત કરી, તેમણે કહ્યું કે, હિમાલય રેન્જમાં ટેક્ટોનિક પ્લેટ અસ્થિર થઇ ગઇ છે. જેના પગલે હવે લાંબા સમયથી આવી રીતે ભુકંપ આવી રહ્યો છે, આ વખતે આવેલા ભકંપનું આ એક મોટું કારણ છે. આ ઝટકા હિમાલયન રેન્જ પરથી આવે છે. જમ્મૂ કાશ્મીર, લદાખ, નેપાળ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં આવનારા ભૂકંપની અસર કેટલીય વાર દિલ્હી એનસીઆર અને તેમની આસપાસના પણ જોવા મળી શકે છે.