જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી. અચાનક આવેલા ભૂકંપથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જો કે ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી.
- Advertisement -
જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ બારામુલ્લા અને કુપવાડામાં એક પછી એક ભૂકંપના આંચકા આવ્યા છે.
બારામુલ્લામાં આજે સવારે 6.45 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બારામુલાથી 74 કિલોમીટર દૂર જમીનની અંદર પાંચ કિલોમીટર અંદર હતું. તેની તીવ્રતા 4.9 અંદાજવામાં આવી હતી.
બીજો ભૂકંપ 6.52 મિનિટે આવ્યો હતો. તેનું એપી સેન્ટર બારામુલાથી 74 કિમી દૂર 10 કિમી ભૂગર્ભમાં હતું. તેની તીવ્રતા 4.8 નોંધાઈ હતી.