ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળનાં ધમધમતા રામભરોસા વિસ્તારમાં મોઢે કાળું કપડું બાંધી આવેલા બાઇક ચાલકે મહિલાનાં ગળામાં પહેરેલ સોનાના ચેઇન ઝુંટવાનો પ્રયાસ કરતા ચેઇન હાથમાં નહિ આવતા શખ્સ નાસી છૂટયો હતો.આ ચેઇન સ્નેચિંગ મામલે ફરિયાદી મહિલાએ રામભરોસા પોલીસ ચોકી ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદી મહિલા દ્વારા જણાવેલ વિગતે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે હ્યુમન સર્વેલન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ દ્રારા બનાવ વાળી જગ્યાએ લગાવેલ નેત્રમના સી.સી.ટી.વી. ફુટેજો તપાસતા સદરહુ ગુનામાં જણાવેલ હકીકત મુજબનો બનાવ જણાયેલ અને મજકુર અજાણ્યા ઇસમની મો.સા.ના રજી. નંબર ૠઉં-11-ઇઉ-9671 ના જણાયેલ જે અન્વયે સદરહુ પો.સ્ટાફની ટીમ શંકમંદ ઇસમ તથા મો.સા. બાબતે આજરોજ પો.સ્ટે. વિસ્તારમાં વોચ તપાસમાં પેટ્રોલીંગ ફરતા હતા આ દરમ્યાન સંયુક્ત મળેલ બાતમીનાં આધારે મજકુર આરોપી નબીલ હનીફભાઇ ચૌહાણ, પટણી, ઉ.વ.22, ધંધો.મજુરી, રહે.વેરાવળ, જલારામ ફાટક, મકબુલ પાન વાળી ગલી વાળા ને હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી. નં. ૠઉં-11-ઇઉ-9671 કિં.રૂ.15,000 સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વેરાવળમાં સોનાનો ચેઇન ઝુંટવાનો પ્રયાસ નિષ્ફળ
