બોકસાઈટ ભરેલાં ઓવર લોડેડ ટ્રકને ચેક પોસ્ટ પરથી જવા માટે માંગી હતી લાંચ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ જિલ્લાના માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના આર્મડ પોલીસ કોન્ટેબલ ચંદ્રસિંહ કાળુભાઇ સિસોદિયા મુક્તપુર ચેક પોસ્ટ પર ફરજ દરમિયાન બોક્સાઇડના ઓવર લોડેડ ટ્રકને જવા દેવા માટે એક ટ્રક દીઠ રૂ.500ની લાંચ માંગી હતી અને આઠ દિવસના રૂ.8,000 માંગતા આખરે રૂ.6500માં સેટિંગ થયું હતું ત્યારે ફરિયાદીએ એસીબીને જાણ કરતા એસીબીના અધિકરીએ છટકું ગોઠવી કોન્સ્ટેબલને રંગે હાથે ઝડપી પાડયો હતો.
- Advertisement -
મળતી વિગત પ્રમાણે માંગરોળ મેરિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મુક્તપૂર ચેક પોસ્ટ પરથી બોકસાઇડ ભરેલ ઓવરલોડેડ ટ્રક પસાર થતા હોઈ છે તે ટ્રકને જવા દેવા માટે લાંચ લેવામાં આવતી હોવાની ફરિયાદીએ જૂનાગઢ એસીબીને કરી હતી ત્યારે એસીબી અધિકરી બી.કે.ગમાર દ્વારા મુક્તપૂર ચેક પોસ્ટ ઉપર છટકું ગોઠવ્યું હતું આ છટકામાં આર્મડ પોલીસ કોન્સટેબલ ચંદ્રસિંહ કાળુભાઇ સિસોદિયા જે મરીન પોલીસ કોન્સ્ટેબલ તરીકે ચેક પોસ્ટ ફરજ બજાવતો હતો અને બોકસાઈટ ભરેલ ટ્રક ઓવર લોડેડ હોય ચેક પોસ્ટ પરથી જવા દેવા માટે ટ્રક દીઠ રૂ.500ની લાંચ માંગી હતી જેમાં ચાર મહિનાના રૂ.8000 લેખે માંગતા આખરે 6500માં સેટિંગ થયું હતું ત્યારે જૂનાગઢ એસીબી અધિકારી જી.વી.પઢેરીયાના માર્ગદર્શનમાં પોરબંદર એસીબીએ મુક્તુપુર ચેક પોસ્ટ બાજુમાંથી રંગેહાથ ઝડપી પાડયો હતો આ લાંચના છટકામાં એસીબીએ ફરિયાદીને સાથે રાખી એસીબી અધિકારી પીઆઇ બી.કે ગમારએ છટકું ગોઠવી કોન્સ્ટેબલને રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરતો હોવાને લીધે ઝડપી પાડયો હતો અને આગળની વધુ તપાસ શરુ કરી છે.