SP, DySPની કામગીરીને કાળી ટીલી લગાડતી પોલીસ
ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડામાં જાણે રેતી માફિયાઓ અને મેંદરડા પોલીસનું ગઠબંધન હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. મેંદરડા પોલીસ લાઇન લખેલા રેતીનાં ટ્રક બેફામ દોડી રહ્યાં છ. પોલીસની સત્તાનો દુરઉપયોગ કરી રહ્યાં છે. આવા પોલીસ કર્મચારીઓને કારણે જિલ્લામાં સારી કામગીરી કરનાર એસપી અને ડીવાયએસપી સહિતનાં સારા પોલીસ કર્મચારીઓને કાળી ટીલી લાગી રહી છે. મેંદરડામાં રેત માફિયાઓ અને પોલીસની સાંઠગાંઠનાં કારણે માતેલા સાંઢની જેમ રેતી ભરેલા ટ્રક દોડી રહ્યાં છે.
તાજેતરમાં વંથલી પોલીસે જૂનાગઢ જિલ્લામાં પોલીસની છબી ખરડાઇ તેવી કામગીરી કરી હતી. ટ્રક ચાલકને પકડી તેની સામે કામગીરી કરવાનાં બદલે ટ્રક ભંગારમાં વેચી 1 લાખ રૂપિયા પોતાનાં ખિસ્સામાં નાખી લીધા હતાં. વંથલી પોલીસનું પાપ સામે આવતા એસપીએ તાત્કાલીક અસરથી કામગીરી કરી તેમાને સસ્પેન્ડ કર્યા હતાં. આ ઘટનાને થોડો સમય થયો છે ત્યાં પોલીસ વિભાગની આબરુ લીલામ થાય તેવું ઘટના સામે આવી છે. મેંદરડામાં કેટલાક પોલીસ કર્મચારીઓ પોતાની સત્તાનો દુરઉપયોગ કરી રેતીનાં ટ્રક ચાલવી રહ્યાં છે. રેતીનાં ધંધામાં મેંદરડા પોલીસ સ્વાલંબન બની હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. મેંદરડા અને આસપાસનાં વિસ્તારમાં ચાલતા રેતીનાં ટ્રકમાં કેટલાક ટ્રકમાં મેંદરડા પોલીસ લાઇન લખેલું જોવા મળી રહ્યું છે. રેતીનાં ટ્રેકમાં આ પ્રકારનું લખાણ શું સાબીત કરવા માંગે છે ?. ટ્રાફીક પોલીસ, આરટીઓ અને ખાણ ખનીજ વિભાગથી બચવા માટે પોલીસ પોતાની સત્તાનો દુરઉપયોગ કરી રહી છે.મેંદરડા પોલીસની આવી હરકતનાં કારણે ઉચ્ચ અધિકારીઓની છાપ પણ ખરડાઇ રહી છે. તેમની સારી કામગીરીમાં કાળી ટીલી લાગી રહી છે. શું મેંદરડા પોલીસ અને રેત માફિયાઓ સાથે ગઠબંધન છે ?. રેતીનો ધંધો સાથે કરી રહ્યાં છે ?. જેવા અનેક સવાલ મેંદરડા પંથકમાં ચર્ચાઇ રહ્યાં છે. પોલીસ લાઇન જ નહી પોલીસનાં કલરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ટ્રકમાં સ્પષ્ટ રીતે વાંચી શકાય અને દેખાય તેવી રીતે પોલીસ લાઇન લખાવામાં આવ્યું છે. પોલીસ લાઇન શબ્દ લખી અન્ય સરકારી વિભાગને દબાવવામાં આવી રહ્યાં છે. કોઇ પણ પ્રકારનો ચાર્જ ભરવાથી બચવા માટે પોલીસ લાઇન લખવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. જૂનાગઢનાં એસપી જિલ્લામાં સારી કામગીરી કરી રહ્યાં છે.ત્યા થોડા રૂપિયાની લાલચમાં કેટલાક પોલીસ કર્મચારીઓ હરકતથી તેમની કામગીરી પર પાણી ફરીવળે છે. મેંદરડા પોલીસ લાઇન લખેલા ટ્રક સામે કાર્યવાહી કરવાની જરૂર છે. તેમજ ટ્રકની કોની માલીકીનો છે તેની પણ તપાસ થવી જોઇએ.
- Advertisement -
કાર અને ટ્રાવેલ્સમાં પણ પોલીસ લખેલું જોવા મળે
જૂનાગઢ જિલ્લામાં અનેક જગ્યાએ કારમાં પોલીસ લખેલું વાંચવા મળે છે. એટલું જ નહી ટ્રાવેલ્સમાં પણ ઘણી વખત આ પ્રકારનાં લખાણ જોવા મળતા હોય છે. ટ્રાવેલ્સમાં પોલીસ શબ્દ ન હોય તો પોલીસનો કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. જૂનાગઢ પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરી પોલીસ લખેલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવી જોઇએ.