ખાસ-ખબર સંવાદદાતા
સુપ્રીમ કોર્ટે આપેલ ચુકાદા રિટ અરજી (સિવિલ) નં. 406/2013 અને નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, દિલ્હી તેમજ રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ ની સૂચના અને ચેરમેન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મોરબીના માર્ગદર્શન હેઠળ અન્ડર ટ્રાયલ પ્રિઝનર (કાચા કામના કેદી) ને સર્વોચ્ચ અદાલત અને નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા નક્કી કરાયેલા કાયદા હેઠળના ધારા ધોરણો મુજબ જેલ મુકત કરવા યુ.ટી.આર.સી. સ્પેશિયલ કેમ્પેઈન 2023 અંતર્ગત કુલ પાંચ પૈકી પ્રથમ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગેની મીટીંગમાં જિલ્લા અદાલતના મુખ્ય જજ અને મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન પી. સી. જોષી, મોરબી જિલ્લા કલેક્ટર જી. ટી. પંડયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી બી.એસ.ગઢવી તેમજ મોરબી સબ જેલના સુપ્રિટેન્ડન્ટ ડી.એમ. ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ ગુનામાં લાંબા સમયથી જામીન મળવા છતાં જામીન પર મુકત થઇ શકેલ નથી તેવા અને જામીન લાયક ગુનામાં જેલમાં છે તેવા અને કાયદાથી અન્ય રીતે જામીન મુકત થવા પાત્ર છે તેવા આરોપીઓને છોડવાં માટે ભલામણ કરવામાં આવી હતી.
મોરબીમાં જામીનલાયક ગુનામાં ચાલતી અન્ડર ટ્રાયલ કેસના આરોપીને જામીન અંગે સમીક્ષા બેઠક મળી
