ખાસ-ખબર સંવાદદાતા
વંથલીનાં બસ સ્ટેન્ડ પાસે રેતી ભરેલ ડમ્પરનો અકસ્માત થયો જેમાં અચાનક જ રસ્તા પર રેતી ભરેલ ડમ્પરે મારી પલ્ટી મારી હતી જયારે વંથલી બસ સ્ટેન્ડ પાસે ખાનગી વાહનો અને મુસાફરો જવા માટે મોટી સંખ્યામાં ઉભતા હોય છે પણ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
- Advertisement -
રેતીના ભરેલા ડમ્પરો અવારનવાર પલટી મારતા હોવાની છાશવારે ઘટનાઓ આવે છે પ્રકાશમાં આવે છે ત્યારે ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા પણ રહેલ છે આગાઉ પણ એવો જ બનાવ વંથલીના બસ સ્ટેન્ડની સામે ખાનગી વ3ાહનોનાં પિકપ પોઇન્ટ પાસે બનવા પામેલ હતો ત્યારે રેતી ભરેલ ડમ્પરની પલટી મારતા ભારે ટ્રાફિક સમસ્યા જોવા મળી હતી જો કે આ જગ્યા પર અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે એક્સિડન્ટ ઝોન માટે તંત્ર સજાગ કેમ નથી તેવા વેધક સવાલનો ગણગણાટ શરૂ થયો છે અને લોકો દ્વારા તંત્ર તાત્કાલીક અક્સ્માત ઝોન માટે યોગ્ય કાર્યવાહિ હાથ ધરે તેવી માંગ ઉઠી છે.