લોલ નદીનાં પુલની આગળથી ટ્રેકટર નીચે પડતા 1નું મોત
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નજીકનાં સરગવાડા પાસે ટ્રેકટરનું ટાયર નિળકી થતા ટ્રેકટર લોલ નદીનાં પુલની આગળથી નીચે ખાબક્યું હતું. આ અસ્માતમાં ચાલકનું મોત નિપજ્યું હતું. ઘટનાનાં પગલે પોલીસ દોડી ગઇ હતી.
- Advertisement -
બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢ નજીકનાં સરગવાડા પાસેથી રેતી ભરેલું ટ્રેકટર પસાર થઇ રહ્યું હતું. ત્યારે લોલ નદીનાં પુલ ઉપરથી પસાર થતી વખતે અચાનક ટ્રેકટરનું ટાયર નિળકી ગયું હતું. જેના કારણે ટ્રેકટર નદીનાં પટ્ટમાં નીચે ખાબકયું હતું અને રેતી ભરેલી ટોલી રોડ ઉપર જ રહી ગઇ હતી. ટ્રેકટર નીચે પડતા ટ્રેકટરનાં ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
તેમજ અકસ્માત સર્જાતા ટ્રાફીક થઇ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.