અકસ્માતમાં બાઇક સવારનું મોત નિપજ્યું
ખાસ-ખબર ન્યૂઝ જાફરાબાદ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે ફરી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામેથી પસાર થતો નેશનલ હાઇવે પર અકસ્માતની ધટના બની હતી. નાગેશ્રી ગામે નજીક ટુ-વ્હીલર અને ફોરવ્હીલ કાર વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇક સવારનું ધટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતમાં બાઇક ચાલક ધર્મેશ પરમાર યુવકને ઉના તરફ પુરપાટ ઝડપે જઈ રહેલ કાર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ધર્મેશ પરમારનું મોત નિપજતાં પરીવારજનોમા શોકનું મોજું ફરી વળ્યુ હતું. સમગ્ર મામલે નાગેશ્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.