ઓડિટોરિયમમાં હશે 900ની બેઠક ક્ષમતા
યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે અદ્યતન વાતાનુકૂલિત લાઈબ્રેરી તૈયાર થઇ રહી છે. આ ઉપરાંત 900 લોકોની ક્ષમતાવાળુ ઓડિટોરિયમ પણ વર્ષ 2024માં બની જશે.
- Advertisement -
સ્ટાર્ટઅપ સેન્ટર, ડેટા સેન્ટરની સુવિધા મળશે
યુનિવર્સિટી કેમ્પસમાં રૂ.10 કરોડના ખર્ચે યુનિવર્સિટીમાં અદ્યતન ઓડિટોરિયમ બનશે જેમાં એકસાથે 900 લોકોને બેસવાની ક્ષમતા હશે તેમજ રૂ.6 કરોડના ખર્ચે અદ્યતન લાઇબ્રેરી બનીને તૈયાર છે જેને પણ નવા વર્ષમાં વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકાશે. વાતાનુકૂલિત અને અત્યાધુનિક લાઇબ્રેરી બની ગયા બાદ વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાનો લાભ મળશે.
યુનિવર્સિટી કેમ્પસમાં પાંચમી ગર્લ્સ હોસ્ટેલ રૂ.2.50 કરોડના ખર્ચે તૈયાર થઇ છે. આ ગર્લ્સ હોસ્ટલમાં કુલ 30 રૂમની સુવિધા છે જેમાં પ્રત્યેક રૂમમાં બે વિદ્યાર્થિની રહી શકશે. આ ઉપરાંત સ્પોર્ટ્સ હોસ્ટેલ અને નવા ઇન્ટરનેશનલ ટ્રાન્ઝિટહાઉસ બની ગયા છે જ્યારે સ્ટાર્ટઅપ સેન્ટર, ડેટા સેન્ટર, કર્મચારી ક્વાર્ટર સહિતના આશરે 40 કરોડના કામ હજુ આગામી સમયમાં કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.



