ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
એરેના એનિમેશનના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા (એબ્સ્ટ્રેક્ટ પિકસેલ ગેલેરી) ડિજિટલ આર્ટ પ્રદર્શનનો સર્વપ્રથમ શોની જાહેરાત કરવમાં આવી છે. એરેના એનિમેશન ભારતની શ્રેષ્ઠ અને સૌથી અનુભવી એનિમેશન તાલીમ અને શિક્ષણ સંસ્થાઓમાંની એક છે, સાથોસાથ એનિમેશન, વી.એફ.એક્સ., ગેમિંગ, વેબ અને ગ્રાફિક્સ, બ્રોડકાસ્ટ, ડિજિટલ ડિઝાઈન અને મલ્ટીમીડીયામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
- Advertisement -
એરેનાના વિદ્યાર્થીઓને મોટા ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્ટુડીયોમાં સારી નોકરીની તક મળે છે. એરેના એનિમેશન, કાલાવડ રોડ શાખા આજથી એટલે કે તા. 13 અને 14 એપ્રિલ સમય સવારે 10થી સાંજે 7 સુધી એબ્સ્ટ્રેક્ટ પિકસેલ ગેલેરી પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ એબ્સ્ટ્રેક્ટ પિકસેલ ગેલેરી પ્રદર્શનમાં ડિજિટલ વિડીઓ ઈલ્યુઝન, વી.એફ.એક્સ. સીન પ્રોડક્ટ, એડવર્ટાઈઝીંગ, મૂવી પોસ્ટર ડિઝાઈન, મેગેઝીન કવર ડિઝાઈન કોર્પોરેટ બ્રાન્ડિંગનો સમાવેશ થાય છે.
આ પ્રકારના પ્રદર્શન- કાર્યક્રમોથી વિદ્યાર્થીઓની આવડત એમના ભાવિ રોજગાર આપનાર વ્યક્તિઓ સુધી પહોંચશે અને શહેરની આસપાસ રહેતા અનેક રચનાત્મકતા સાથે કાર્ય કરતા અન્ય બીજા લોકો માટે પણ પ્રેરણારૂપ બનશે. પત્રકાર પરિષદમાં એરેના એનિમેશન કાલાવડ રોડ સેન્ટરના સેન્ટરના ડિરેકટર ખ્યાતિબા જાડેજા, સેન્ટર હેડ વિધિ કોટક, ફેકલ્ટી ક્રિપાલ પટેલ, ફેકલ્ટી સમીર વૈશ્ર્નવ સહિતના લોકોએ જણાવ્યું હતું કે એરેના એનિમેશન કાલાવાડ રોડ સેન્ટરમાં અત્યારે 200 વિદ્યાર્થીઓ પોતાની તાલીમ લઈ રહ્યા છે. ઈવેન્ટનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીના ડિજિટલ આર્ટનું ટેલેન્ટ આ ઈવેન્ટમાં જોવા મળશે. સાથે વિદ્યાર્થીઓ, વાલીઓ, આ ફિલ્ડને નોકરી આપતી અલગ અલગ કંપની, શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા અનેક ખ્યાતનામ લોકો પણ આ ઈવેન્ટમાં જોડાયા હતા. આ ઈન્સ્ટિટયુટની ખાસિયતની વાત કરવામાં આવે તો કોરોના કાળમાં એરેના એનિમેશન કાલાવડ રોડ સેન્ટરે 50થી પણ વધુ વિદ્યાર્થીઓને નોકરી અપાવી છે. કોઈપણ પરિસ્થિતિમાં એરેના એનિમેશન સંસ્થા વિદ્યાર્થીઓની સાથે ખભે-ખભે મિલાવી ચાલી રહ્યું છે ત્યારે વધુમાં વધુ લોકો આ એક્ઝિબિશનમાં આવી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારે અને એરેના એનિમેશન કાલાવડ રોડ સેન્ટરની અવશ્ય મુલાકાત લે તે માટે અપીલ કરવામાં આવી છે.