કર્મચારીને 14 માસનો પગાર ન ચૂકવાતા લેબર કોર્ટ દ્વારા સીલ કરવાનો હુકમ કરાયો હતો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓને પગાર ન મળતાં લેબર કોર્ટ દ્વારા હુકમ કરતાં અમૂલ ઈન્ડસ્ટ્રીઝને સીલ કરવામાં આવી છે. રાજકોટ શહેર પૂર્વ મામલતદાર દ્વારા અમૂલ ઈન્ડસ્ટ્રીઝ સીલ કરવામાં આવી છે. 500થી વધુ કર્મચારીઓને 14 માસનો પગાર ન ચૂકવવામાં આવતાં કર્મચારીઓએ લેબર કોર્ટમાં કરવામાં આવેલા કેસના આધારે કોર્ટ દ્વારા હુકમ કરતાં અમૂલ ઈન્ડસ્ટ્રીઝને સીલ કરવામાં આવી છે. અમૂલ ઈન્ડસ્ટ્રીઝના 500થી વધુ કર્મચારીને 14 માસનો પગાર ન ચૂકવતા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. છેલ્લાં ઘણાં સમયથી કામદારો લડત ચલાવી રહ્યા હતા એટલું જ નહીં પરંતુ અમૂલ ઈન્ડસ્ટ્રીઝના ત્રણ કામદારો આપઘાત પણ કરી ચૂક્યા છે. આજરોજ સ્થાનિક પોલીસ, મામલતદારો સહિતનો કાફલો સીલ કરવા પહોંચી ગયો હતો. આમ અંતમાં માલિકો દ્વારા કર્મચારીને પગાર ચૂકવવામાં નહીં આવે તો મિલકત હરાજી કરવામાં આવે તેવી સંભાવના છે.