ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાપાલિકા દ્વારા મારી માટી મારો દેશ અંતર્ગત શહેરના ર્વોડ નં.4,5 અને 6માં અમૃત કળશ યાત્રા નીકળી હતી. જેમા અમૃત કળશ યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરાયુ હતુ. આ કળશ યાત્રામાં માટી તથા ચોખ્ખા અર્પણ કરી પંચપ્રાણ પ્રતિજ્ઞા અંગેના સપથ લેવામાં આવ્યા હતા. જેમાં મનપા સ્ટેન્ડીંગ ચેરમેન હરેશ પરસાણા, ધર્મેશભાઇ પોશીયા, પ્રફુલાબેન ખેરાળા, રાકેશભાઇ ધુલેશીયા, શિલ્પાબેન જોષી સહિતના આગેવાનો આ કળશ યાત્રામાં જોડાયા હતા.