થર્ટી ફર્સ્ટ લઇ પેટ્રોલિંગ દરમ્યાન SOGએ સપાટો બોલાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
31 ડિસેમ્બરને લઈ થર્ટી ફર્સ્ટને લઈ અમરેલી એસપી સંજય ખરાતની સુચના અને માર્ગદર્શન મુજબ જાફરાબાદ ટાઉન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો સહીત કુલ કિ.રૂ.30,012 ના મુદ્દામાલ સાથે એક ઈસમને અમરેલી.એસ.ઓ.જી.ટીમે પકડી પાડયો હતો. અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ આર.ડી.ચૌધરી નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી. ટીમ જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન હતી. અને મળેલ બાતમીના આધારે જાફરાબાદ ટાઉનના માલુમા પડતા રેઈડ દરમિયાન એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 80 બોટલો સાથે રાજુ ઉર્ફે ચટાક નાનજીભાઇ સાંખટને પકડી પાડયો છે. તેમજ અન્ય ફરાર આરોપી રાકેશ મારવાડી રહે.રાજસ્થાન ને ઝડપી પાડયા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી કરવા માટે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
- Advertisement -
અમરેલી એસઓજી ટીમે કુલ રૂ. 30,012 નો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો હતો. આ કામગીરીમાં અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટર આર.ડી.ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી. ટીમના એ.એસ.આઈ. રફીકભાઈ રાઠોડ,યુવરાજસિંહ સરવૈયા, હેડ કોન્સ. મનિષદાન ગઢવી, વિનુભાઈ બારૈયા, મહેશભાઈ રાઠોડ, નિજભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવેલ છે.