2.5ની તીવ્રતાનો આંચકો: કેન્દ્રબિંદુ 42 કિ.મી.દુર નોંધાયું
અમરેલી શહેર સહિત જીલ્લામાં આજે વ્હેલી સવારે અચાનક જ ધરતી કંપનો આંચકો આવતાં ધરા ધ્રુજી હતી. પરંતુ શિયાળાની કડકડતી ઠંડીને કારણે લોકો નિંદ્રા હોય ભૂકંપના આંચકાથી અજાણ રહ્યા હતા.
- Advertisement -
આ બનાવમાં મળતી વિગત મુજબ અમરેલી શહેર સહિત જીલ્લામાં આજે વ્હેલી સવારે 5-51 મિનિટે 2.5 રેકટર સ્કેલનો અચાનક જ ધરતી કંપનો આંચકો આવતાં ધરા ધ્રુજી હતી. પરંતુ શિયાળાની કડકડતી ઠંડીને કારણે લોકો નિંદ્રા હોય ભૂકંપના આંચકાથી અજાણ રહ્યા હતા.
જ્યારે આ બનાવ અંગે સવારે 9 કલાકે અમરેલીના ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં ધરતીકંપ અંગે પુછપરછ કરતાં અમરેલીના ડિઝાસ્ટર કંટ્રોલરૂમના ઈન્ચાર્જ કર્મીએ ભૂકંપના આંચકાથી અજાણ હતા.
આ ધરતીકંપના આંચકા અંગે ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે ભૂકંપના આંચકાની આપી પુષ્ટિ હતી. જ્યારે અમરેલી થી 42 કિલોમીટર દૂર દક્ષિણમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળેલ છે. સવારે ધરતીકંપ અંગેની જાણ થતાં લોકો એકબીજાને પુછપરછ શરૂ થવા પામી હતી.