ફાયર બ્રિગેડના જવાનોએ દોરડાથી ઉતરી યુવકનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું
હાઇડ્રોલિક વાહન પટાંગણમાં નહીં આવી શકતા પ્લાન બી હાથ ધરાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બીમારી સબબ સારવાર લઇ રહેલા દર્દીએ ટ્રોમા સેન્ટરના પાંચમા માળેથી કૂદકો મારવાનો પ્રયાસ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે તુરંત પહોંચી યુવકને બચાવી લઇ તેની પૂછતાછ કરતા તે મૂળ મધ્યપ્રદેશનો અને હાલ અમરેલીના નાની વડાળી ગામે મજૂરીકામ કરતો હોવાનું અને છેલ્લા છ દિવસથી પગની સારવાર માટે હોસ્પિટલમાં પાંચમા માળે દાખલ હોય મરી જવાના રટણ સાથે રાત્રીના વોર્ડના બાથરૂમની બારી તોડી છાજલી પર આવતા લોકો એકઠા થઇ ગયા હતા.
ઊંચી ઈમારતોમાં આગ લાગે તેને પહોંચી વળવા માટે મનપાએ હાઇડ્રોલિક પ્લેટફોર્મ વસાવેલ છે પરંતુ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના પાંચમા માળેથી દર્દીએ કૂદકો મારવાના પ્રયાસના બનાવમાં ફાયરબ્રિગેડ સ્ટાફે તેની હાઇડ્રોલીક પ્લેટફોર્મ લઇને આવ્યા હતા પરંતુ તે વાહન હોસ્પિટલમાં નહી જઇ શકતા અન્ય વાહનો બોલાવવા પડયા હતા.