સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ભીમાણી અમરેલીનાં લેઉવા પટેલ સમાજ સંકુલના ડિરેક્ટર છે
ખાસ-ખબર સંવાદદાતા
એક સમયે સરસ્વતીનું ધામ ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આજે રાજકીય અખાડો બની ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. બીબીએ અને બીકોમ -5ની પરીક્ષાના પેપરો લીક થતાં યુનિવર્સિટીએ તાકીદે બીબીએની પરીક્ષાનું નવું પેપર કાઢવું પડયું હતું. જયારે બીકોમ-5ની પરીક્ષા ત્વરીત રદ કરવી પડી હતી. પેપરલીકની ઘટનામાં સંડોવાયેલા કોલેજના સંચાલકોને શોધી કાઢવા યુનિ.એ પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસે અને ક્રાઈમ બ્રાન્ચે વિશેષ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પેપર અમરેલીના એક ચોક્કસ સંકુલમાંથી ફૂટ્યા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. એવું પણ ચર્ચાઈ છે કે, યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિના આ સંસ્થા ઉપર ચાર હાથ છે. તેઓ અમરેલી લેઉવા પટેલ શૈક્ષણિક સંકુલના ડિરેક્ટરપદે પણ કાર્યરત છે. જ્યારે અમરેલીના દરેક પરીક્ષા કેન્દ્રો પર આ સંકુલ દ્વારા જ પેપર પહોંચાડવામાં આવે છે અમરેલી લેઉવા પટેલ શૈક્ષણિક સંકુલ રીસીવિંગ સેન્ટર હોવાથી પેપરો આગલા દિવસે જ આવી જતા હોય છે. જેને લઈને પેપર ફૂટ્યા હોવાનું પગેરૂં આ સંકુલમાંથી નીકળે તો નવાઈ નહીં!
- Advertisement -
18મીએ બીકોમ સેમ-5ની પરીક્ષા લેવાશે
ઇ.ભજ્ઞળ સેમેસ્ટર 5ની 13 ઓક્ટોબરના રોજ લેવાનારી પરીક્ષાનું પેપર આગલા દિવસે એટલે કે 12 તારીખે જ લીક થઇ જતા પરીક્ષા રદ્દ કરી ફરીથી લેવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે, તેની પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે. તા. 18 ઓક્ટોબરના રોજ બીકોમ સેમ-5નું ઓડિટીંગનું પેપર લેવાશે.
પરીક્ષા કેન્દ્રનું લાઇવ CCTVમાં જોઇ શકાશે
પેપર ફૂટ્યાની ઘટના બાદ બાદ યુનિવર્સિટીએ પરીક્ષાના સીસીટીવી ફૂટેજ જાહેર જનતા માટે ફરી લાઈવ કરવાનો નિર્ણય કર્યો છે. ગુરુવારે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ પણ આ મુદ્દે ઉગ્ર વિરોધ કરી કુલપતિને આ નિર્ણયમાં અડગ રહેવા જણાવ્યું હતું. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં લેવાતી દરેક પરીક્ષાના સીસીટીવી જાહેર જનતા માટે લાઈવ કરવાની કુલપતિએ જાહેરાત હતી કરી હતી અને આ પ્રકારનો પ્રયોગ દેશમાં પ્રથમ વખત કર્યો હતો, પરંતુ માત્ર 5 જ મહિનાના ટૂંકા સમયગાળામાં આ નિર્ણય પાછો ખેંચાયો હતો.
રિસીવિંગ સેન્ટર ધરાવતા સંકુલમાં પેપરો રાત્રે જ પહોંચી જતા: વાડ જ ચીભડા ગળે તેવો ઘાટ
- Advertisement -
રાજકીય અખાડા સમાન બની ગયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી રાજકારણનો ભોગ બનતાં વિદ્યાર્થી
યુનિવર્સિટીના પરીક્ષા તંત્ર દ્વારા સોમવારે બીએસસી આઈ.ટીના પેપર સેટ કરવામાં પણ અનેક ક્ષતિઓ બહાર આવી હતી ત્યારે ફરીથી પરીક્ષા તંત્રની બેદરકારીથી પેપર ફૂટતા વિદ્યાર્થીઓમાં દેકારો બોલી ગયો હતો. આ સરસ્વતીનું ધામ ગણાતી યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી રાજકીય અખાડો બની ગઈ હોય તેવું ચિત્ર સામે આવ્યું રહ્યું છે. અગાઉ પણ યુનિવર્સિટીના સત્તાધીશો અનેક વખત વિવાદમાં આવી ચુક્યા છે ઘણી વખત પેપરો ફૂટી ગયા છે, કોર્સ બહારના પેપર નીકળ્યા છે. આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જાણે કોઈ ગ્રહણ લાગી ગયું હોય તેમ અવાર નવાર ચર્ચામાં જ રહે છે. પેપરકાંડને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઋજક ટીમની મદદ લેવામાં આવી છે. રાજકોટના 17 કેન્દ્રો પરથી અને બાદમાં જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને છેલ્લે અમરેલીના પરીક્ષા કેન્દ્ર પરથી પ્રશ્નપત્ર બંચ પરત આવ્યા હતા. આ પરત આવેલા તમામ બંચ પ્રાથમિક દ્રષ્ટિએ સીલ પેક હોવાનું જણાયું હતું. પરંતુ તેમાં પણ કોઈ કચાશ ન રહે તે માટે આજે ઋજકની મદદ લઈ સીલ પેક બંચની તપાસ હાથ ધરવામાં આવશે. છેલ્લા દોઢ બે વર્ષથી આ વિદ્યાનું ધામ રાજકીય અખાડાનું સ્વરૂપ લઇ લીધું હોય તેવું લાગી રહ્યું છે. પાછલા વર્ષે કુલપતિ અને ઉપકુલપતિ વચ્ચેની લડાઇમાં રાજકીય રોટલા શેકતા યુનિવર્સિટીની છબી ખરડાઈ હતી. ત્યારે હવે ઇન્ચાર્જ કુલપતિના રાજમાં ડૉ.ગિરિશ ભીમાણીના વિરોધીઓ દ્વારા એકબીજાની આંતરિક લડાઈ તે જ બનાવી તેને બદનામ કરવા અલગ અલગ ષડયંત્રો રચવામાં આવી રહ્યા છે. જ્યારે આમા ભોગ વિદ્યાર્થીઓનો લેવાઈ રહ્યાની ચર્ચા છે.
ભક્તિનગર પોલીસના PI સરવૈયાની ટીમ દ્વારા યુનિ.માં તપાસનો ધમધમાટ
રાજકોટ પોલીસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ભક્તિનગરના ઙઈં એમ.એમ. સરવૈયા અને તેની ટીમે આ મુદ્દે ચક્રો ગતિમાન કર્યા છે. કોણે પેપર લીક કર્યા?, ક્યાંથી પેપર લીક થયા? તે દિશામાં પોલીસ રાઉન્ડ ધ ક્લોક તપાસ કરી રહી છે. હજુ સુધી આ મુદ્દે કોઈ માહિતી બહાર આવી નથી. જો કે હજુ પોલીસ ફરિયાદ થઇ નથી ત્યારે જે-જે કોલેજો પાસેથી પ્રશ્નપત્ર પરત આવ્યા છે તેમાં રાજકોટની એકપણ કોલેજ એવી નથી કે જેનો પ્રશ્નપત્રના બોક્સનું સીલ તૂટ્યું હોય.
પરીક્ષા નિયામક નિલેશ સોનીનો ફોન સતત વ્યસ્ત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયેલા પેપરકાંડ મુદ્દે ચાલી રહેલી તપાસ અંગે પરીક્ષા નિયામક નિલેશ સોનીને ફોન દ્વારા સંપર્ક સતતને સતત વ્યસ્ત આવ્યો હતો આ મુદ્દે નિલેશ સોની સાથે સંપર્ક સાધિ શકાયો ન હતો. અગાઉ પણ જ્યારે ટેલિફોનિક સંપર્ક કરવાની કોશીશ કરતા સતત વ્યસ્ત આવતો હતો.
કુલપતિ જેના ડિરેક્ટર છે તે સંસ્થાની છાત્રાઓ ટોપટેનમાં
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર કાર્યકારી કુલપતિ ડૉ.ગિરિશ ભીમાણી અમરેલી લેઉવા પટેલ શૈક્ષણિક સંકુલના ડિરેક્ટર છે. અને થોડા સમય પહેલા દ્વારા લેવાયેલી એમએસસી માઇક્રો સેમ-2ની પરીક્ષામા અમરેલી લેઉવા પટેલ શૈક્ષણિક સંકુલની છાત્રાઓએ ડંકો વગાડી ટોપટેનના તમામ સ્થાન મેળવ્યું હતું ત્યારે શંકાની સોય એ તરફ જાય તે સ્વાભાવિક છે.