અમરેલી જિલ્લાના બે ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં ઘરફોડ ચોરી કરતી ગેંગના એક સભ્યને અમરેલી એલસીબી ટીમે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી એસપી સંજય ખરાતની સુચનાથી એલ.સી.બી. પીઆઇ વી. એમ. કોલાદરાનાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે મિલકત સબંધી ગુનાઓમાં સંડોવાયેલ અને પરપ્રાંતીય ઇસમને પકડી પાડી મજકુરની સઘન પુછપરછ કરતા ઇસમે પોતાનું નામ મગરસીંગ ઠાકુરસીંગ અજનાર રહે.કાકડવા, સીમાલ ફળીયુ, થાણા ટાંડા, તા.કુક્ષી, જિ.ધાર, (મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. આ ઇસમે તેના સાગરીતો સાથે મળી કરેલ ઘરફોડ ચોરીઓની કબુલાત આપી હતી. અને પકડાયેલ આરોપી પાસેથી રોકડા રૂ. 5300 કબ્જે કરેલ છે. અમરેલી રૂરલ તથા બાબરા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુના ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે. આ પકડાયેલ આરોપી મગરસીંગે તેના સાગીરતો સાથે રાજ્યના નવ શહેરમાં ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી. અન્ય બે ઇસમ મુકેશ કેકુભાઈ અલાવા, પ્યારસીંગ ઉર્ફે પ્રેમસીંગ જામસીંગ અલાવા આ બન્ને ઇસમને પકડી પાડવા માટે તપાસ ધમધમાટ શરૂ કર્યો છે. આ કામગીરીમાં હેઠળ અમરેલી એલ.સી.બી પીઆઇ પોલીસ વી.એમ.કોલાદરા, પીએસઆઇ કે.ડી.હડીયા, પીએસઆઇ એમ.ડી.ગોહિલ, હેડ કોન્સ. મનીષભાઈ જાની, તુષારભાઈ પાંચાણી, ગોકુળભાઈ કળોતરા, પો.કોન્સ. અશોકભાઈ સોલંકી, ભાવિનગીરી ગૌસ્વામી, અશોકભાઈ કળસરીયા દ્વારા કરવામાં આવેલ છે.