આ ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાડ ગામની રહેવાસી ભૂમિકાબેન હરેશભાઈ સોરઠિયા (ઉં.વ. 25) નામની યુવતીએ ખાનગી ઈંઈંઋક બેંકમાં ફરજ દરમિયાન અનાજમાં વપરાતી જંતુનાશક દવા ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ યુવતીને તાત્કાલિક ખાંભા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાંથી વધુ સારવાર માટે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાઈ. દુર્ભાગ્યવશ, સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મૃતદેહનું પોસ્ટમોર્ટમ રાજુલા જનરલ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસને સ્થળ પરથી યુવતીએ લખેલી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેણે પોતાના મોતના કારણનો ઉલ્લેખ કર્યો હતો.
- Advertisement -
ધારીના એ.એસ.પી. જયવીર ગઢવીએ આ મામલે જણાવ્યું હતું કે, તપાસ પૂરજોશમાં ચાલી રહી છે. મૃતક યુવતીના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે યિભયાશિંજ્ઞક્ષશતિઽંશતબયહહફ00543 નામના ટેલિગ્રામ આઈડી ધારક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, તે વ્યક્તિ ટેલિગ્રામ ચેટ દ્વારા યુવતી પાસેથી મોટી રકમ પડાવી રહ્યો હતો અને વારંવાર પૈસાની માગણી કરતો રહ્યો હતો. જ્યારે મૃતકે પૈસા પાછા માંગ્યા, ત્યારે આરોપીએ પૈસા પાછા આપવાનો ઇનકાર કર્યો હતો. પોલીસના મતે, સતત માનસિક ત્રાસ અને તણાવથી કંટાળીને ભૂમિકાબેને આત્મહત્યા જેવું કડક પગલું ભર્યું હોય તેવું જણાય છે. ઓનલાઇન ગેમિંગ ફ્રોડનો ભોગ બનેલી યુવતીના આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રૂ. 28 લાખનું દેવું થઈ જતાં યુવતીએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું.
સ્યુસાઇડ નોટમાં ભૂમિકાએ લખ્યું હતું..
‘જય શ્રી કૃષ્ણ મમ્મી-પપ્પા, હું આત્મહત્યા કરી રહી છું. મને તમારી સામે કોઈ ફરિયાદ નથી. મારા પર 28 લાખ રૂપિયાનું દેવું છે, જે હું સહન નથી થતું એટલે હું આ પગલું ભરું છું. હું બસ તમારા બંને માટે એક સારી જિંદગીનું પ્લાનિંગ કરતી હતી. પરંતુ બધું ઊંધું થઈ ગયું, મારા પર દેવું થઈ ગયું. આ બધું દેવું તવશક્ષય.ભજ્ઞળ કંપનીનું છે. જો થાય તો ટ્રાય કરીને પૈસા પાછા લઈ લેજો. મારા મર્યા પછી તમને ઈંઈંઋક પાસેથી 5 લાખ રૂપિયા મળી શકશે, તેની પ્રોસેસ કરીને લઈ લેજો. મારું પીએફ પણ પડ્યું હશે એ પણ ઉપાડી લેજો. મને માફ કરી દેજો મારા લીધે તમે હેરાન થશો. મમ્મી મારી છેલ્લી ઈચ્છા છે કે જ્યારે મારી બોડી ઘરે આવે ત્યારે એકવાર મને ગળે લગાવી લેજો પ્લીઝ મારી છેલ્લી ઇચ્છા છે પુરી કરી દેજોને માફી સાથે તમારી ભૂમિ.’