ટોચના દસમાંથી ચાર શહેર અમેરિકાના: 2023ના સંપત્તિવાન શહેરોમાં ટોક્યો પહેલાં ક્રમે
ખાસ-ખબર સંવાદદાતા
વિશ્વના સંપત્તિવાન શહેરોની નવી યાદીમાં ટોક્યો 2023ના સૌથી ધનવાન શહેરોમાં ટોચના સંપત્તિવાન શહેર તરીકે સ્થાન પામ્યું છે. જ્યારે ન્યૂયોર્ક મેટ્રોપોલિટન એરિયા અને ગ્રેટર લોસ એન્જલ્સ બીજા અને ત્રીજા ક્રમે આવ્યા છે. ટોક્યોનો જીડીપી 2.05 ટ્રિલિયન ડોલર છે. વિશ્વના સંપત્તિવાન શહેરોની યાદીમાં ભારતના મુંબઈ આ યાદીમાં 37મા ક્રમે અને દિલ્હી 39માં ક્રમે આવે છે. વિશ્વના ટોચના 300 સંપત્તિવાન શહેરોમાં પેરિસ, સીઓલ, શિકાગો, શાંઘાઈ અને સિગાપોર વૈશ્વિક ઇકોનોમિક નેરેટિવને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમા પણ ટેકનોલોજી અને ફાઇનાન્સમાં આ ત્રણસો શહેરો અવ્વલ છે. અહીં તે વિચારવું રસપ્રદ છે કે કયા પરિબળો શહેરની સંપત્તિમાં ફાળો આપે છે.
- Advertisement -
આશ્ચર્યની વાત એ છે કે ટોચના દસ શહેરોમાં ચાર શહેર અમેરિકાના છે અને બે જાપાનના છે. આના પરથી આ દેશોમા શહેરી વિકાસ આયોજન કેટલું ઉચ્ચસ્તરે પહોંચ્યું છે તે દેખાઈ આવે છે. શહેરની વસ્તી મહત્વની ભૂમિકા ભજવે છે, શહેરની સંસ્કૃતિ મહત્વની ભૂમિકા ભજવે છે. આ સિવાય આ શહેરમાં કરવામાં આવેલી નવી પહેલ કે નવી શોધો નવી ભૂમિકા ભજવે છે. કોઈપણ શહેરની સંપત્તિની માપણી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના આધારે કરવામાં આવે છે. તેમા તે વિસ્તારની બધી સર્વિસિસ અને ઉત્પાદિત માલસામગ્રીનો સમાવેશ કરવામાં આવે છે. વિશ્વના ટોચના દસ સંપત્તિવાન શહેરો નીચે મુજબ છે.