જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખે રસીકરણની કામગીરીનું કર્યું નિરીક્ષણ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ તાલુકાના ભિયાળ ગામમાં જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા ગાય વર્ગના તમામ પશુઓને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. એટલે કે ભિયાળ ગામના ગાય વર્ગના 100 ટકા પશુઓને લમ્પી વાયરસ સામે સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે.
- Advertisement -
જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ અને ગાંધીનગર ખાતેથી જૂનાગઢ જિલ્લામાં લમ્પી વાયરસના અનુસંધાને લાઇઝન અધિકારી તરીકે નિમાયેલા એસ. એસ. પટેલ ભિયાળ ગામે રસીકરણ સહિતના કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.