મહાનાયક અમિતાભ બચ્ચનની ત્રીજી પેઢી ટૂંક સમયમાં મોટા પડદા પર જોવા મળશે. તેમનો દોહિત્ર અગસ્ત્ય નંદા પોતાની ફિલ્મ ‘ઈક્કીસ’ લઈને આવી રહ્યો છે, જે ટૂંક સમયમાં થિયેટર્સમાં રિલીઝ થશે. બુધવારે તેનું ઓફિશિયલ ટ્રેલર પણ રિલીઝ થયું હતું, જેમાં અગસ્ત્ય છવાઈ ગયો હતો. હવે પોતાના દોહિત્રને એક્ટિંગ કરતો જોઈને અમિતાભ બચ્ચને એક ઈમોશનલ પોસ્ટ લખી છે.
અગસ્ત્યની ફિલ્મ ‘ઈક્કીસ’નું ટ્રેલર જોઈ અમિતાભ બચ્ચનને થયો ગર્વ
- Advertisement -
અમિતાભ બચ્ચન અવારનવાર સોશિયલ મીડિયા દ્વારા લોકો સામે પોતાની વાતો રાખે છે. જ્યારે તેના દીકરા અભિષેક બચ્ચનની કોઈ ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે પણ ‘બિગ બી’ ની સ્પેશિયલ પોસ્ટ જોવા મળે છે. હવે જ્યારે તેમનો પ્રિય દોહિત્ર અગસ્ત્ય રૂપેરી પડદે પહેલી વાર નજર આવી રહ્યો છે ત્યારે મહાનાયકને તેનાપર ખૂબ ગર્વ થયો.
તેમણે X પર પોતાના દોહિત્રની ફિલ્મનું ટ્રેલર જોયા પછી લખ્યું કે, ‘અગસ્ત્ય! મેં તમારા જન્મ પછી તરત જ તને મારા ખોળામાં લીધો હતો.. થોડા મહિના પછી મેં તને ફરીથી મારા ખોળામાં લીધો હતો અને તારી કોમળ આંગળીઓ મારી દાઢી સાથે રમવા લાગી… આજે તું વિશ્વભરના થિયેટરોમાં રમી રહ્યો છે.. તું સ્પેશિયલ છે. મારી બધી પ્રાર્થનાઓ અને આશીર્વાદ તારી સાથે છે. તું હંમેશા તારા કામને ગૌરવશાળી બનાવ અને પરિવાર માટે સૌથી મોટું ગૌરવ બન.’
અગસ્ત્ય નંદાની ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
- Advertisement -
અગસ્ત્ય નંદા માટે ‘બિગ બી’ ની પોસ્ટ જોઈને ચાહકો પણ ઈમોશનલ થઈ ગયા. તેઓ પણ તેમના દોહિત્ર ને અભિનંદન આપી રહ્યા છે. ચાહકો અમિતાભ બચ્ચન માટે પણ ખુશ છે, કારણ કે અભિષેક બચ્ચન પછી તેમની નવી પેઢી હિન્દી સિનેમામાં બચ્ચન પરિવારના વારસાને આગળ ધપાવશે.
તમને જણાવી દઈએ કે, અગસ્ત્ય નંદાની ફિલ્મ ‘ઈક્કીસ’ ડિસેમ્બર 2025માં રિલીઝ થશે. તેને શ્રીરામ રાઘવને ડાયરેક્ટ કરી છે, જે આ પહેલા બદલાપુર અને અંધાધુન જેવી થ્રિલર ફિલ્મો બનાવી ચૂક્યા છે. બીજી તરફ મેડોક ફિલ્મ્સે તેને પ્રોડ્યૂસ કરી છે. ‘ઈક્કીસ’માં ધર્મેન્દ્ર અને જયદીપ અહલાવત પણ જોવા મળશે. તેની સાથે અક્ષય કુમારની ભાણેજ સિમર ભાટિયા પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.




 
                                 
                              
        

 
         
         
        