-અમિતાભ બચ્ચને પોતાના ડિજિટલ અવતાર માટે ટેકનોલોજી કંપની આઈકોમ્ઝ સાથે હાથ મિલાવ્યા: અમે મેટાવર્સની નવી દુનિયાનો આરંભ કરીશું:બિગબી
હાલ એઆઈ એટલે કે કે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો યુગ શરૂ થયો છે.આ ટેકનોલોજીનાં ઉપયોગથી અમિતાભ બચ્ચન આવનારા દિવસોમાં ડીઝીટલ અવતારમાં વર્ચ્યુઅલી ફેન્સ સાથે ઈન્ટરેકશન કરશે. પોતાના અવાજ, તસ્વીરો અને વ્યકિતત્વના અધિકારોને સુરક્ષીત કરવા માટે ગયા વર્ષે જ દિલ્હી હાઈકોર્ટનાં પોતાના અનુકુળ ચૂકાદાને પગલે મેગા સ્ટાર અમિતાભ બચ્ચન હવે ચાહકો સાથે સીધો વાર્તાલાપ કરવા પોતાને ડિજિટલ અવતારમાં રજુ કરવા તૈયાર થયો છે.
- Advertisement -
આઈપી મોનેટાઈઝેશન પ્લેટફોર્મ આઈકોન્ઝ સાથે જોડી બનાવીને બિગબી જનરેટીવ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) ટેકનોલોજીનાં ઉપયોગથી ફેન્સ સાથે જોડાશે. આઈકોમ્ઝ માટે આ એક મહત્વની ઘટના છે તેમ આઈકોમ્ઝનાં સ્થાપક ચીફ એકઝીકયુટીવ અભિનવ વર્મા કાલિદીદીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અમે સાથે મળીને જનેટેટીવ એઆઈની શકિતનો લાભ ઉઠાવશું.જેથી ભૌતિક સીમા પાર કરીને ઈમેર્સિવ અનુભવો સર્જી શકાય. અમારી આ આધુનિક ટેકનોલોજીથી ફેન્સને હવે તેમનાં મનપસંદ અભિનેતા સાથે વાર્તાલાપ કરવાની તક મળશે.
આ અભુતપુર્વ અનુભવ હશે તે હોલોગ્રાફીક બાહ્ય વાસ્તવિકતા સાથે અતિ વાસ્તવિક ડિઝીટલ અવતાર હશે. જે લોકો સાથે વાતચીત કરી શકે છે. મતલબ કે ફેન્સ અમિતાભની ગેરહાજરીમાં તેના ડિઝીટલ સ્વરૂપ સાથે વાતચીત કરી શકશે. આ અંગે અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે ટેકનોલોજીનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે અને જે ગતિએ નવીનતાઓ આવી રહી છે તેમાં મને રસ છે. તેમાં એક જનરેટીવ એઆઈ છે.હું એક અદભુત ભવિષ્યવાણી વિશ્ર્વનો ભાગ બનીને ખુશ છું. અમે આઈકોમ્ઝ સાથે ભાગીદારી કરી છે અમે સાથે મળીને મેટાવર્સની આ દુનિયાનો આરંભ કરશુ.