અમિતાભ બચ્ચને 28માં કોલકત્તા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યુ, ફિલ્મ ‘પઠાણ’ને લઇને ઊભા થયેલ વિવાદ પર શાહરૂખ ખાને કહ્યું- આપણે પોઝિટિવ રહેશું.
સામાન્યરીતે રાજનૈતિક વિવાદોથી દૂર રહેવાવાળા ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચને આજે 28માં કોલકત્તા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનાં ઉદ્ગાટન અવસર પર નાગરિકની સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી જેવા રાજનૈતિકરૂપે અતિસંવેદનશીલ મુદા પર ખાસ ટિપ્પણી કરી છે.
- Advertisement -
West Bengal | "Even now, questions are being raised on civil liberties and freedom of expression": Amitabh Bachchan at 28th Kolkata International Film Festival pic.twitter.com/7JE2xoEAcP
— ANI (@ANI) December 15, 2022
- Advertisement -
અમિતાભ બચ્ચન બોલ્યા નાગરિકની આઝાદી પર
તેમણે કહ્યું કે હજુ પણ નાગરિકોની સ્વતંત્રતા પર સવાલો ઊઠાવવામાં આવી રહ્યાં છે. બ્રિટિશ સેન્સરશિપ, ઉત્પીડન કરવાવાળા લોકોની સામે આઝાદીથી પણ પહેલાની ફિલ્મો, સાંપ્રદાયિકતા અને સામાજિક એકતા પર વિસ્તૃતમાં વાત કર્યા બાદ બચ્ચન બોલ્યાં કે મને વિશ્વાસ છે કે આ મંચ પર મારા સહયોગી આ વાતથી સહમત હશે કે હજુ પણ નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી પર સવાલો ઊઠાવવામાં આવી રહ્યાં છે.
No matter what, will stay positive, says Shah Rukh Khan
Read @ANI Story | https://t.co/USdiuNBrlr#ShahRukhKhan𓀠 #Bollywood #KolkataInternationalFilmFestival pic.twitter.com/ndcrv8gfCY
— ANI Digital (@ani_digital) December 15, 2022
શાહરૂખ ખાને પોતાની ફિલ્મ પઠાણનો કર્યો ઉલ્લેખ
આ ફેસ્ટિવલનાં ઉદ્ગાટન પર શાહરૂખ ખાને પોતાની આવનારી ફિલ્મ પઠાણને લઇને શરૂ થયેલા વિવાદ અંગે પણ વાત કરી. તેમણે કહ્યું કે કંઇપણ થઇ જાય આપણા જેવા લોકો દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહેશું. ફિલ્મ પઠાણમાં દીપિકા પાદુકોણની સાથે શાહરૂખની ઇન્ટેન્સ કેમેસ્ટ્રી અને ડાન્સ મૂવની ચર્ચા ગરમ છે. તો એક ગીતમાં દિપીકાની ભગવા રંગની બિકની પર પણ વિવાદ શરૂ થયો હતો.