ગૃહ મંત્રી બે દિવસની જૂનાગઢ જિલ્લાની મુલાકાતે છે તે પૂર્વે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ
જૂનાગઢમાં દિવ્યકાંત નાણાવટી સ્મૃતિગ્રંથ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
પાંચ રાજ્યોની ચૂંટણી આજે પૂર્ણ થઇ છે અને આગામી તા.3 ડિસેમ્બર ચૂંટણી પરિણામ આવશે ત્યારે પાંચ રાજ્યોની ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વ્યસ્ત હતા ચૂંટણી પૂર્ણ થતા જૂનાગઢ અને ગીર સોમનાથની મુલાકત કરશે જેમાં તા.1 અને 2 ડિસેમ્બર રોજ પધારી રહ્યા હોય ત્યારે પ્રથમ સોમનાથ મુલાકાત કરશે અને પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયા તેના માટે ભગવાન સોમનાથ મહાદેવ દર્શન કરીને શીશ ઝુકાવા પધારી રહ્યા છે ત્યારે ભાજપ આગેવાનો અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શ્રી દિવ્યકાંતભાઇનું જૂનાગઢના વિકાસમાં અપૂર્વ યોગદાન રહ્યું છે, તેઓએ જૂનાગઢ નગરપાલિકાના પ્રમુખ તરીકે જાહેરજીવનનો પ્રારંભ કરેલો. તેઓ બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા લોકપ્રીય જનપ્રતિનિધી હતા. તેઓ ગુજરાત વિધાનસભામાં કેબિનેટ મંત્રી રહી ચુકયા છે.
તેઓ જૂનાગઢના જ નહીં પરંતુ ગુજરાતના પ્રખ્યાત ધારાશાસ્ત્રી તરીકે નામના મેળવી ચુકયા હતા તેમના નગરપાલિકાના પ્રમુખ તરીકેના સમયગાળામાં અનેક એવા કાર્યો થયેલા છે જે આજે પણ લોકો યાદ કરે છે. જૂનાગઢમાં સરદાર વલ્લભભાઇ પટેલની કાંસ્ય પ્રતિમાનું પ્રસ્થાપન, વિલિંગ્ડન ડેમનું બ્યુટીફીશેન, સ્મશાન માટેની જમીનનું સંપાદન તેમજ રસ્તા અને સ્ટ્રીટલાઇટનું આધુનિકરણ તેમના કાર્યકાળમાં તેમની દિર્ઘદ્રષ્ટિથી થયેલુ. જૂનાગઢના વિચાર પુરૂષ તરીકે તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી છે.
તા.બેના સ્મૃતિપર્વમાં શ્રી દિવ્યકાંત નાણાવટી વિશે સ્મૃતિગ્રંથનું લોકાર્પણ કરવામાં આવશે. આ સ્મૃતિગ્રંથ દિવ્યકાંત નાણાવટી : ભુલાય તે પહેલાનું લોકાર્પણ ભારતના ગૃહ અને સહકારિતા મંત્રી માનનિય અમિતભાઇ શાહના વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઇ ચૌધરી, રાજયસભાના સાંસદ પરિમલભાઇ નથવાણી, ગુજરાતના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પદ્મશ્રી ભીખુદાન ગઢવી, પદ્મશ્રી હેમંત ચૌહાણ તેમજ વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ ઉપસ્થિત રહેશે.
આ વિશેષ ઉપક્રમે લોકર્પિત થનાર સ્મૃતિગ્રંથમાં દિવ્યકાંત નાણાવટી સાથે સંકળાયેલા મહાનુભાવોએ પોતાના સંસ્મરણો આલેખ્યા છે તેમજ આ ગ્રંથમાં દિવ્યકાંત નાણાવટીએ વિધાનસભાના ફલોર પર રજુ કરેલા વિચારોનું સંપાદન કરવામાં આવ્યુ છે. આ સ્મતિગ્રંથ દિવ્યકાંત નાણાવટી: ભુલાય તે પહેલાનું સંપાદન સર્વશ્રી ધીરેન અવાશિયા, હેમંત નાણાવટી અને ડો.રમેશ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે.
જૂનાગઢના વિચારપુરૂષ અને પનોતાપુત્રશ્રી દિવ્યકાંત નાણાવટીના જીવન કાર્યને પ્રગટ કરતો આ ગ્રંથ તેમના જીવનની આંતર-બાહૃય વિશેષતાઓ પ્રગટાવે છે.
આ કાર્યક્રમમને સફળ બનાવાવના ભવ્ય આયોજન માજી સાંસદ દીનુભાઇ સોલંકી, સહકારી અગ્રણી ડોલરભાઇ કોટેચા, સામાજીક અગ્રણી વનરાજસિંહ રાયજાદા તેમજ ટ્રસ્ટીગણ-રૂપાયતન સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી હેમંતભાઇ નાણાવટી, શશીનભાઇ નાણાવટી, ભારતભાઇ મજમુદાર, રમેશભાઇ મહેતા, દાદુભાઇ કનારા જહેમત ઉઠાવી રહ્યા છે.
- Advertisement -
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તા.1 ડિસેમ્બરના સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ઝારખંડથી હવાઇ માર્ગે શુક્વારે સાંજે દિવ આવશે અને ત્યાંથી સાંજે પ.40એ સોમનાથ આવીને રાત્રી રોકાણ કરશે તેમ જાણવા મળ્યુ છે. તા.2 ડિસેમ્બરે તેઓ સોમનાથ મંદિરે સોમેશ્ર્વર પૂજા, ઘ્વજારોહણ કરીને જૂનાગઢ જવા રવાના થશે. આ મુલાકાત અન્વયે પૂર્વ તૈયારી કરવા ગીર સોમનાથ જિલ્લા કલેકટરના અઘ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.