દક્ષિણ ભારતના સુપર સ્ટાર જુનીયર એનટીઆરના દેશભરમાં અનેક ફેન્સ છે, તેમાં હવે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ઉમેરો થયો છે! અમિત શાહે તાજેતરમાં હૈદ્રાબાદની મુલાકાત વખતે જુનીયર એનટીઆરને મળીને તેના ખૂબ જ વખાણ કર્યા હતા. આ મુલાકાતની તસ્વીરો ખુદ અમિત શાહે પોતાના ટવીટર હેન્ડલ પર શેર કરી છે.
તસ્વીરમાં અમિત શાહ અને જુનીયર એનટીઆર એકબીજા સાથે હાથ મિલાવતા નજરે પડે છે. ગૃહમંત્રીએ લખ્યું અહીં હૈદ્રાબાદમાં એક ખૂબ જ પ્રતિભાશાળી અભિનેતા અને તેલુગુ સિનેમાના રત્ન જુનીયર એનટીઆર સાથે સારી વાતચીત થઈ.
- Advertisement -
આ તસ્વીરને લઈને યુઝર્સ જોરદાર પ્રતિક્રિયા આપવા લાગ્યા છે. ઘણા લોકો આ તસ્વીર જોઈને ખુશ છે તો કેટલાક યુઝર્સે આ મુલાકાતને તેલંગાણાની આગામી ચૂંટણીઓને લઈને આ મુલાકાત ઝીરો લોસ થિયરી સાબીત થશે તેવો વ્યંગ પણ કર્યો છે તો એક યુઝર્સે કટાક્ષ કર્યો છે. ‘દાયકાના બે સર્વશ્રેષ્ઠ અભિનેતા એક જ ફ્રેમમાં!’