કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં ડ્રગ્સનો કારોબાર કરનાર લોકોને આકરી ચેતવણી આપી હતી.
ડ્રગ્સ સામે સરકારની નીતિ સ્પષ્ટ કરતા અમિત શાહે લોકસભામાં કહ્યું હતું કે, ડ્રગ્સના કારણે લાખો પરિવારો નાશ પામ્યા છે. નાર્કો-ટેરરિઝમ પર સરકાર ઝીરો ટોલરન્સ પોલિસી ધરાવે છે. તેમણે કહ્યું કે, નશામુક્ત ભારત પીએમ મોદીનો સંકલ્પ છે અને આ લડાઈને કેન્દ્ર અને રાજ્યોએ મળીને લડવી પડશે. શાહે કહ્યું કે તેઓ નશામુક્ત ભારત માટે કોઈ કસર છોડશે નહીં.
- Advertisement -
ડ્રગના ગુનેગારો મોટા ચમરબંધી હશે તો પણ બે વર્ષમાં જેલમાં
શાહે કહ્યું કે નશાના ભોગ બનેલા લોકો પ્રત્યે સરકાર સહાનુભૂતિ ધરાવે છે પરંતુ કોઈ પણ સંજોગોમાં નશાનો કારોબાર કરનાર લોકોને છોડવામાં નહીં આવે. નશાખોરોની સામે મોટું એલાન કરતાં અમિત શાહે કહ્યું કે અમે રાજ્યોમાં ડ્રગ નેટવર્કની આકારણી કરી છે. ગુનેગારો ભલેને ગમે તેટલા મોટા હોય પરંતુ આગામી બે વર્ષમાં તેઓ બધા જેલના સળિયા પાછળ હશે.
We have mapped the drug network across the states. No matter how big the criminal is, in the next two years there'll be a situation that they'll be behind the bars: Union Home min Amit Shah pic.twitter.com/iayuwW0NXg
— ANI (@ANI) December 21, 2022
- Advertisement -
તમામ કેન્દ્રીય એજન્સીઓ ડ્રગ્સ વિરૃદ્ધ તપાસ કરશે
અમિત શાહે કહ્યું કે, દેશમાં તપાસ એજન્સીઓ છે જે દેશ-વિદેશમાં તપાસ કરે છે. એનસીબી અને એન.આઈ.એ. એનસીબી દેશની અંદર ડ્રગ્સ વિરુદ્ધ તપાસ કરશે અને જરૂર પડ્યે એનઆઇએ દેશની બહાર તપાસ કરશે. તેમણે કહ્યું કે આ સંવેદનશીલ મુદ્દાને રાજકીય રંગ ન આપવો જોઈએ. આ એક ગંભીર સમસ્યા છે અને આપણી જાતિઓનો નાશ કરવાની સમસ્યા છે. આ વેપારથી થતી આવકથી આતંકીઓને મદદ મળે છે.
NCB can conduct probes across the country. NCB is ready to help each & every state if there's a need to do an inter-state probe. Even the NIA can help the states if the probe needs to be conducted outside the country: Union Home min Amit Shah on the drug menace pic.twitter.com/aWVCCEwyRf
— ANI (@ANI) December 21, 2022
ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સ પોલિસી: અમિત શાહ
શાહે કહ્યું કે હું ગૃહને ફરી એકવાર ખાતરી આપવા માંગુ છું કે મોદી સરકાર ડ્રગના વેપાર પર ઝીરો ટોલરન્સની પોલીસી પર કામ કરી રહી છે. જે દેશો ભારતમાં આતંકવાદ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તે જ આવું કરે છે. આ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની લડાઈ નથી. ઉલટાનું આપણે સાથે મળીને લડવું પડશે.
તમામ રાજ્ય સરકારોએ સહકાર આપ્યો: અમિત શાહ
તેમણે કહ્યું હતું કે, ડ્રગ મુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરવું પડશે. દેશની તમામ રાજ્ય સરકારોએ ડ્રગ્સ સામેની લડાઈમાં કેન્દ્ર સરકારને સહકાર આપ્યો છે. સરહદી રાજ્યોના સભ્યોએ ગૃહમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ભારતમાં ડ્રોન, દાણચોરી, સુરંગો, બંદરો અને નિકાસ દ્વારા ડ્રગ્સ આવે છે.
Our govt policy is very clear, those consuming drugs are victims, we should be sensitive towards them and give victims a conducive atmosphere for their rehabilitation. But those involved in drug trafficking should not be spared: Union Home min Amit Shah pic.twitter.com/3gK5rWbO6Q
— ANI (@ANI) December 21, 2022
વચ્ચે બોલ્યાં ટીએમસી સાંસદ તો શાહે ટોક્યા- તમારી ઉંમર માટે સારુ નથી
ડ્રગ્સ વિરૃદ્ધના ભાષણ દરમિયાન અમિત શાહે ટીએમસી સાંસદને ટોકવા પડ્યાં હતા. શાહ ભાષણ આપી રહ્યા હતા ત્યારે ટીએમસી સાંસદ સૌગતા રોય વચ્ચે કંઈક બોલ્યાં હતા આ જોઈને શાહ ગુસ્સે થઈ ગયા હતા અને કટાક્ષ કર્યો હતો કે તે તમારી ઉંમર અને સિનિયોરિટી માટે સારું નથી.