– કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરશે
કાશ્મીરમાં ફરી એક વખત કાશ્મીરી પંડિતો તથા બિન કાશ્મીરીઓને નિશાન બનાવી ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવી રહેલી હત્યાથી ફરી એક વખત સર્જાયેલા દહેશતના માહોલ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આજે જમ્મુ પહોંચશે અને ખાસ કરીને હાલમાં રાજૌરીમાં ત્રાસવાદીઓ પંડિતોના આવાસને ટાર્ગેટ કરી ચાર લોકોની હત્યા કરી હતી
- Advertisement -
તેના હતભાગી પરિવારોને મળશે તથા ત્રાસવાદીઓની આ નવી ચાલને નાકામીયાબ કરવા માટેની રણનીતિ બદલવા અંગે ચર્ચા કરશે. એક તરફ કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં નવા સિમાંકન બાદ વિધાનસભા ચૂંટણીઓ યોજવા માટેની તૈયારી કરી રહી છે તે વચ્ચે પંડિતો પર નવેસરથી સર્જાયેલા ભયથી અહી કાશ્મીરી પંડિતોને પુન: વસાવવાની યોજનાને પણ ધકકો લાગ્યો છે.
તે સંદર્ભમાં શાહની આ મુલાકાત મહત્વની છે. તેઓ બપોરે 11 વાગ્યે જમ્મુ પહોંચીને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે તેમની સાથે ગૃહ તથા સંરક્ષણ મંત્રાલયના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ જમ્મુ આવી રહ્યા છે બાદમાં શાહ રાજૌરી જઈને પિડિત પરિવારોને મળશે તથા આ પરિવારના એક સભ્યને સરકારી નોકરીનો નિયુક્તિ પત્ર આપશે.