ખાસ-ખબર સંવાદદાતા
ટીવીનો નાનો પડદો પરિવાર ખાસ કરીને ગૃહિણીઓ માટે મનોરંજનનું શ્રેષ્ઠ સાધન છે. ભારતમાં ફિલ્મોની સાથે-સાથે ટીવી સીરિયલનો ક્રેઝ પણ વધેલો છે. દેશના દરેક ઘરમાં ટીવી સીરિયલનો ક્રેઝ જોવા મળતો હોય છે. ત્યારે આ સીરિયલોમાં કોણ આગળ છે તેને માપતું ટીઆરપી લીસ્ટ આવી ગયું છે. દર્શકો એ જાણવા ઉત્સાહિત રહેતા હોય છે કે તેમનો પસંદગીનો શો ક્યા નંબર પર છે. ત્યારે અમે તમને જણાવા જઈ રહ્યા છે કે આ અઠવાડિયામાં ટોપ 5 ટીવી સીરિયલમાં કોણ છે અને કયા નંબર પર છે. આ ટીઆરપી લિસ્ટને ઓમરેક્સ મીડિયા દ્વારા જાહેર કરાઈ છે.
સબ ટીવી પર આવતો ઓલ ટાઈમ હિટ શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા લોકોની પસંદગીની ટીવી સીરિયલ્સમાંનો એક છે. જેના આધારે આ અઠવાડિયામાં ટોપ ટીવી સીરિયલ્સની ટીઆરપી લિસ્ટમાં આ કોમેડી શોએ નંબર વનની બાજી મારી છે. હાલ આ શોમાં દયાબેનની વાપસીની અટકળો વચ્ચે આ સપ્તાહે ઝખઊંઘઈનું રેટિંગ વધી ગયું છે.