કુણાલ કામરાએ એકનાથ શિંદેની મજાકની હરોળ વચ્ચે ‘હવા હવાઈ’ પેરોડી વિડિયો ફરી પોસ્ટ કર્યો, નિર્મલા સીતારમણને નિશાન બનાવ્યો
મુંબઇ પોલીસ સમક્ષ હાજર નહીં થયેલા સ્ટેન્ડઅપ કોમેડીયન સામે નવું સમન્સ ઇસ્યુ કરાશે
- Advertisement -
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ગદ્દાર ગણાવીને વિવાદમાં ફસાયેલા સ્ટેન્ડઅપ કોમેડીયન કુણાલ કામરા મુંબઇ પોલીસમાં નોંધાયેલી એફઆઇઆરમાં તેમણે હાજર થવા માટે એક સપ્તાહનો સમય માંગ્યો હતો પરંતુ પોલીસે તે ફગાવ્યો છે. હવે કામરા હાજર થાય છે કે કેમ તે અંગે પણ પ્રશ્ન છે તે વચ્ચે હવે આ સ્ટેન્ડઅપ કોમેડીયને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામનને ટાર્ગેટ કરીને એક વિડીયો શેર કરતા નવો વિવાદ સર્જાય તેવી ધારણા છે. લગભગ દોઢ મીનીટના વિડીયોમાં કામરાએ જોક કર્યો છે કે ‘આપ કા ટેકસ કા પૈસા હો રહા હૈ હવા હવાઇ, ઇન સડકો ની બરબાદી કરને સરકાર આઇ હૈ, મેટ્રો હૈ ઇનકે મન મે, ખોદ કર લે અંગળાઇ ટ્રાફિક બઢાને મે યે હે આઇ બ્રીજીસ ગીરાને યે હૈ આઇ કહેતે હૈ ઇનકો તાનાશાહી’.
તેને આગળ લખ્યું છે કે, ‘દેશ મેં ઇતની મહેંગાઇ સરકાર સાથ આઇ લોકો કો લૂંટને સાડીવાલી દીદી આઇ, સેલેરી ચુરાને આઇ, મીડલ કલાસ કો દબાને લો આઇ, પોપકોર્ન ખીલાને યે હૈ આઇ કહેતે ઇનકો નિર્મલા તાઇ’. તેને આ વિડીયો પોસ્ટ કરીને નાણામંત્રીને નિશાન બનાવતા જ હવે તેની સામે વધુ શું પગલા લેવાશે તે પણ પ્રશ્ન છે.
બીજી તરફ શિવસેના તરફથી ઇન્દોરમાં એકનાથ શિંદેના ટેેકેદારોને જાહેર ટોયલેટ બહાર કામરાના ફોટા મૂકયા હતા. મુંબઇ પોલીસે આ દરમ્યાન કામરા સામે નવું સમન્સ ઇસ્યુ કરવા તૈયારી કરી છે.
- Advertisement -
36 વર્ષીય કામરાએ મંગળવારે તેમના સ્ટેન્ડ અપ એક્ટનો એક સંપાદિત વિડિયો શેર કરીને પોતાના વલણ પર બમણો ભાર મૂક્યો હતો, જેમાં તેમણે શિવસૈનિકોના સ્થળ તોડી પાડવાના અને તેમના ચિત્રો અને પુતળા બાળવાના વીડિયો સાથે “હમ હોંગે કંગલ, હમ હોંગે કંગલ એક દિન… મન મેં અંધવિશ્વાસ, દેશ કા સત્યનાશ…” પેરોડી ગીત પૃષ્ઠભૂમિમાં વાગી રહ્યું છે.




