અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફની ઘોષણા કર્યા પછી શેરબજારમાં ‘સારે ઝમીં પર’: ડાઉ, નાસ્ડેક અને જ। 500માં કડાકો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્ર્વના ઘણા દેશો પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત અમેરિકા માટે જ મોંઘી સાબિત થઈ રહી છે. અમેરિકન શેરબજાર હવે લોહીના આંસુ રડી રહ્યું છે. શુક્રવારે બધા યુએસ બેન્ચમાર્ક સૂચકાંકો ઘટયા હતા. ડાઉ, નાસ્ડેક અને S&P 500 તેમના ઇન્ટ્રાડે નીચા સ્તરે પહોંચ્યા. 3 એપ્રિલના રોજ, યુએસ શેરબજારને 2 ટ્રિલિયન ડોલર (લગભગ 168 લાખ કરોડ રૂપિયા)નું નુકસાન થયું હતું અને શુક્રવારે પણ રોકાણકારોને 160 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. એટલે કે રોકાણકારોને માત્ર બે દિવસમાં 328 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 5.50 ટકા ઘટીને 38314 પર બંધ રહ્યો. નાસ્ડેક કમ્પોઝિટ પણ 5.82 ટકાના ઘટાડા સાથે 15587 પર ટ્રેડ કરી રહ્યો હતો. S&P 500 લગભગ 6 ટકા ઘટીને 5074 પર ટ્રેડ થઈ રહ્યો છે. ચીન દ્વારા અમેરિકન ઉત્પાદનો પર 34% વધારાના ટેરિફ લાદવાની જાહેરાતથી અમેરિકન શેરબજારમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. આનાથી વેપાર યુદ્ધ શરૂ થવાનું જોખમ વધી ગયું છે અને રોકાણકારો યુએસ બજારમાં વધુ ઘટાડાના ડરથી ભારે વેચાણ કરી રહ્યા છે. ટેક કંપનીઓના શેર સૌથી વધુ ઘટયા છે. ચિપ નિર્માતા કંપની ગદશમશફ ના શેર 7.36 ટકા અને શઙવજ્ઞક્ષય નિર્માતા કંપની આાહય ના શેર 7.29 ટકા ઘટયા.
ચીન દ્વારા ટેરિફ લાદવાની જાહેરાતથી પહેલાથી જ ડરી ગયેલું બજાર યુએસ ફેડ ચેરમેન જેરોમ પોવેલની ટિપ્પણીથી વધુ ડરી ગયું. પોવેલે કહ્યું કે ટેરિફની અસર યુએસ અર્થતંત્ર અને ફુગાવા પર પડશે. તેમણે એ પણ સંકેત આપ્યો કે ફેડ હાલમાં વ્યાજ દર ઘટાડવાના મૂડમાં નથી. બજારના રોકાણકારો આ વર્ષે યુએસ વ્યાજ દરોમાં ઘટાડાની આશા રાખી રહ્યા છે. પોવેલનું નિવેદન તેમના માટે કોઈ આઘાતથી ઓછું નથી. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે પોવેલને તાત્કાલિક વ્યાજ દર ઘટાડવા કહ્યું છે. ટુથ સોશિયલ પરની એક પોસ્ટમાં, ટ્રમ્પે પોવેલ પર કટાક્ષ કરતા કહ્યું કે વ્યાજ દર ઘટાડવાનો આ તેમના માટે યોગ્ય સમય છે, પરંતુ પોવેલ હંમેશા મોડા પડે છે. ટ્રમ્પે યુએસ ફેડ ચેરમેનને રાજકારણ બાજુ પર રાખવા અને વ્યાજ દર ઘટાડવા કહ્યું.