અમેરિકન સિંગરે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર નિશાન સાધ્યું અને કહ્યું કે તેનાથી વિદેશમાં ભારતની છબી ખરાબ થઈ છે
અમેરિકન સિંગર મેરી મિલબેને મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે. વાત જાણે એમ છે કે, મિલબેને કહ્યું કે, PM મોદી હંમેશા પૂર્વોત્તર (નોર્થ-ઈસ્ટ)ના લોકો માટે ઉભા રહેશે. મેરી મિલેબેનનું નિવેદન ગુરુવારે સંસદમાં PM મોદીના ભાષણ પછી આવ્યું છે. ગુરુવારે PM મોદીએ તેમની સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો.
- Advertisement -
મેરી મિલબેને વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર નિશાન સાધ્યું અને કહ્યું કે, તેનાથી વિદેશમાં ભારતની છબી ખરાબ થઈ છે. તેમણે ટ્વીટ કર્યું કે, સત્ય એ છે કે ભારતને તેના નેતામાં વિશ્વાસ છે. મણિપુરની માતાઓ, પુત્રીઓ અને મહિલાઓને ન્યાય મળશે. PM મોદી હંમેશા તમારી પડખે રહેશે. વિપક્ષના અવાજનો કોઈ આધાર નથી. સત્ય એ છે કે સત્ય હંમેશા લોકોને મુક્ત કરે છે.
મને તમારામાં પૂરો વિશ્વાસ
આ સાથે તેમણે કહ્યું કે, ડૉ. માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના શબ્દોમાં ‘લેટ ફ્રીડમ રિંગ’. PM મોદી, મને તમારામાં પૂરો વિશ્વાસ છે. હું તમારા માટે પ્રાર્થના કરું છું. તમને જણાવી દઈએ કે, પુરસ્કાર વિજેતા આંતરરાષ્ટ્રીય ગાયિકા મિલેબન આ વર્ષે જૂનમાં તેમના યુએસ પ્રવાસ દરમિયાન PM મોદીને મળી હતી.
- Advertisement -
The truth: India has confidence in its leader. The mothers, daughters, and women of #Manipur, India will receive justice. And #PMModi will always fight for your freedom.
The truth: to associate with a party that dishonors cultural legacy, denies children the right to sing the… pic.twitter.com/KzI7oSO1QL
— Mary Millben (@MaryMillben) August 10, 2023
PM મોદી સાથેની મુલાકાત દરમિયાન તેમણે ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મન પણ ગાયું અને PM મોદીના ચરણ સ્પર્શ કર્યા. મેરી મિલબેન ભારતમાં રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ અને ‘ઓમ જય જગદીશ હરે’ ગાવા માટે ખૂબ જ લોકપ્રિય છે. તેમણે વડાપ્રધાન મોદી સાથે 21 જૂનના રોજ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય (UNHQ) ખાતે 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાગ લીધો હતો.
વિડીયોને ભારતમાં લાખો લોકોએ જોયો હતો
મેરી મિલબેન ઓમ જય જગદીશ હરે ગાઈને પ્રસિદ્ધિમાં આવ્યા હતા. મેરી મિલબેન ભારતમાં ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણીએ ભારતના સ્વતંત્રતા દિવસની 74મી વર્ષગાંઠ માટે ભારતીય રાષ્ટ્રગીત અને દિવાળીના તહેવાર માટે ‘ઓમ જય જગદીશ હરે’ ગીત ગાવા માટે હેડલાઇન્સ બનાવી. આ વીડિયોને સમગ્ર અમેરિકા અને ભારતમાં લાખો લોકોએ જોયો હતો. મિલબેનને ઓગસ્ટ 2022 માં ભારતના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં પરફોર્મ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તે પ્રથમ આફ્રિકન અમેરિકન કલાકાર હતા જેને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં પરફોર્મ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.



