જાહેરાતના 4 દિવસ પહેલા કહ્યું- મને કેન્સર છે, જેલમાં જવું નથી
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર ચાલ્ર્સ લીબરને ચીન સાથે કનેક્શન રાખવા અને તેને છુપાવવાના આરોપમાં 26 એપ્રિલે સજા સંભળાવવામાં આવશે. આ પહેલા તેમણે બોસ્ટન શહેરની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં ચાલ્ર્સે કહ્યું છે કે, ’મને એવું કેન્સર છે, જેનો આખી દુનિયામાં કોઈ ઈલાજ નથી. એટલા માટે મને જેલમાં ન મોકલવો જોઈએ. પોતાના કૃત્ય પર અફસોસ વ્યક્ત કરતા તેમણે કહ્યું, ’ચીન સાથેના મારા જોડાણને કારણે મારી છબી પહેલાથી જ ખરાબ થઈ ગઈ છે. માહિતી રોકવા બદલ હું દિલગીર છું. કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં 64 વર્ષીય પ્રોફેસર ચાલ્ર્સે લખ્યું છે કે થોડા અઠવાડિયા માટે ચીનની મુલાકાતે મારું આખું જીવન બરબાદ કરી દીધું. તેમના વકીલે કહ્યું કે પ્રોફેસર બાકીનું જીવન તેમના ઘરમાં એકલા જીવવા માગે છે.
ચીન સાથે સંબંધ રાખવા બદલ અમેરિકન પ્રોફેસરને સજા
