2007-17 વચ્ચે કુલ રૂ.35 હજાર કરોડના તમાકુનું વેચાણ કર્યું હતું
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે દુશ્મની ઘણા સમયથી ચાલતી આવી રહી છે. તેમના મિત્ર દેશોની તેમની મરજી વિરૂદ્ધની કામગીરી તેમને પસંદ આવતી નથી. હાલમાં લંડન સ્થિત દુનિયાની સૌથી મોટી તમાકુ કંપની પર અમેરિકાએ હજારો કરોડનો દંડ ફટકાર્યો છે. બ્રિટિશ-અમેરિકન તમાકુ કંપની પર આરોપ છે કે, તેમણે ઉત્તર કોરિયાને સિગારેટ-તમાકુ વેચ્યા હતાં. અમેરિકાએ બ્રિટનની બ્રિટિશ-અમેરિકન તમાકુ કંપની પર રૂપિયા 52,000 કરોડનો દંડ ફટકાર્યો છે. અમેરિકાએ આ કાર્યવાહી ત્યારે કરી છે, જ્યારે મિત્ર દેશની કંપનીએ ઉત્તર કોરિયાને સિગારેટ વેચવાની વાતનો સ્વીકાર કર્યો છે. કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ, સિગારેટ કંપની અને ઉત્તર કોરિયા વચ્ચે 2007 થી 2017 વચ્ચે ડીલ કરવામાં આવી હતી. એક રિપોર્ટ મુજબ, સિગારેટ કંપનીએ અમેરિકાના પ્રતિબંધોને અવગણીને ઉત્તર કોરિયાને રૂપિયા 35,000 કરોડના તમાકુ ઉત્પાદનોે વેચ્યા હતાં. આ વાતથી ઉશ્કેરાયેલા અમેરિકાએ તમાકુ કંપનીની સાથે આ ડીલમાં મદદ કરનાર કોરિયન બેન્કર સિમ હ્યોન-સોપ, ચાઈનીઝ સહાયક કિન ગુઓમિંગ અને હાન લિનલિન સામે ફોજદારી કેસ દાખલ કર્યો છે.
અમેરિકાએ ઉ. કોરિયાને સિગારેટ વેચનાર કંપની પર રૂ.52,000 કરોડનો દંડ ફટકાર્યો
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/04/0-18.jpg)